ઐશ્વર્યાની 'મોમે' કર્યા હતા અનુપમ ખેર સાથે બીજા લગ્ન, દિકરો છે પહેલા પતિનો

201714Jun
ઐશ્વર્યાની 'મોમે' કર્યા હતા અનુપમ ખેર સાથે બીજા લગ્ન, દિકરો છે પહેલા પતિનો

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસમાંથી બીજેપી સાંસદ બનેલી કિરણ ખેર 62 વર્ષની થઈ ગઈ છે. કિરણનો જન્મ 14 જૂન, 1955ના રોજ પંજાબમાં થયો હતો. કિરણના જન્મ પછી તેનો પરિવાર ચંદીગઢ શિફ્ટ થયો હતો. હાલ તેઓ ચંદીગઢ લોકસભા બેઠક પરની સાંસદ છે.

કિરણે સંજય લીલા ભણશાલીની 'દેવદાસ'માં ઐશ્વર્યાના પાત્ર એટલે કે પારોની મા સુમિત્રાનો પણ રોલ કરી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. આમ તે એશની ઓન સ્ક્રિન મા પણ છે.

કિરણના જન્મ દિવસ અંતર્ગત આજે અમે તમને તેની લવસ્ટોરી અને ફિલ્મ કરિયર અંગે જણાવી રહ્યા છીએ. એક દિકરાની મા બન્યા બાદ કર્યા અનુપમ સાથે બીજા લગ્ન 80ના દાયકામાં કિરણ પંજાબ યુનિવર્સિટીમાં જુનિયર અનુપમ ખેર સાથે નાટકો કરતાં હતાં.

તેમજ મુંબઇમાં પણ પરિણીત કિરણ અનુપમના સંપર્કમાં રહેતાં હતાં. આ સમયે અનુપમ ખેરની માઈલસ્ટોન ફિલ્મ 'સારાંશ'(1984) રીલિઝ થઈ ચૂકી હતી અને જાણીતા બની ગયા હતા.

વર્ષ 1985 આવતા આવતા કિરણને બિઝનેસમેન પતિ ગૌતમ બેરી સાથે અણબનાવ બનવા લાગ્યો અને બન્નેએ છુટાછેડા લઈ લીધા. તો બીજી તરફ અનુપમનું પણ ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું.

વર્ષ 1985માં પ્રથમ પતિ ગૌતમ બેરી સાથે છુટાછેડા લેતી વખતે કિરણ 5 વર્ષનાં સિકંદર ખેર નામનાં એક દિકરાની મા હતી. ડિવોર્સ બાદ અનુપમ કિરણને લઈ ગયો ગુરૂજી પાસે પરંતુ અનુપમ અને સિકંદર બન્ને મિત્રોની જેમ રહેવા લાગ્યા હતાં.

હાલ તો સિંકદર પણ 36 વર્ષનો થઇ ગયો છે. ગૌતમ સાથે ડિવોર્સ લીધા બાદ અનુપમ તેને ગુડગાંવમાં એક ગુરૂજી પાસે લઇ ગયા. ત્યાર બાદ અનુપમ મુંબઇ જવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં પણ કિરણને આ પસંદ ન હતું.

 

source: gujaratsamachar

મુંબઈ/Mumbai,મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 458

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે