અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

એન્ડેવર અકસ્માત: પોલો કાર સાથે રેસ, ધો-12ના બે વિદ્યાર્થીનો ગયો જીવ

201731Jul

અમદાવાદ વસ્ત્રાપુરમાં રવિવારે સવારે અકસ્માતમાં બે સગીરોના મૃત્યુ કેસમાં કારની સ્પીડ કેટલી હતી તે અંગે પોલીસ મૌન સેવી રહી છે. ત્યારે પોલીસ એવી શંકા સેવી રહી છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પોલો કાર સાથે રેસ લગાવી હોઈ શકે છે.

ફૂલ સ્પીડમાં ઓવરટેક કરતાં બંનેના મોત નિપજ્યા હોઈ શકે છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.

કાયદા મુજબ સગીર વાહન હંકારે તો માતાપિતા સામે ગુનો નોંધાય ઘટનાની એફએસએલ તપાસ કરાવાઈ નથી. કાયદા મુજબ, સગીર જ્યારે વાહન હંકારતો હોય ત્યારે ટ્રાફિકના નિયમનો ભંગ કરે, અકસ્માત સર્જે કે મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં વાહનમાલિક માતા-પિતા સામે ગુનો નોંધાય છે.

ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ પણ આ મામલે ગુનો નોધવામાં આવશે તેમ જણાવ્યું હતું. સગીરને વાહન આપવું તે ગુનો અકસ્માતના કિસ્સામાં કોઈ વાલી સામે કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.

ટ્રાફિક વિભાગના ડીસીપી સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, સગીરને વાહન આપવું ગુનો છે. જો માતા-પિતાએ ઇરાદાપૂર્વક વાહન આપ્યું હશે, તેવું તપાસમાં બહાર આવશે તો વાહનમાલિક માતા-પિતા સામે ગુનો નોંધાશે.

’ અકસ્માતના 48 કલાક બાદ FSL તપાસ થશે અકસ્માત થાય કે તુરંત એફએસએલ તપાસ થતી હોય છે. જેના આધારે ઘટનાનું સાચી પરિસ્થિતિનું વૈજ્ઞાનિક પૃથક્કરણના માધ્યમથી ખ્યાલ આવે છે.

અકસ્માત હોય તો વાહનની સ્થિતિ તેના સ્પીડો મીટરની સ્થિતિ અને આસપાસ પડેલી ચીજવસ્તુઓના વૈજ્ઞાનિક પૃથક્કરણના આધારે માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ ઘટનામાં સોમવારે એટલે કે ઘટનાના 48 કલાક એફએસએલ તપાસ કરશે એમ પીઆઈ કે.ડી. નકુમે જણાવ્યું હતું.

કારને ઓવરટેક કરવા જતા કાબૂ ગુમાવ્યો ફરિયાદી અને નજરે જોનાર ચિરાગ રાજાણીએ જણાવ્યું હતું કે, એ લોકો ખૂબ સ્પીડમાં હતા. છોકરાઓ તેમની આગળ રહેલી પોલો કારને ઓવરટેક કરવા ગયા અને કાબૂ ગુમાવ્યો હતો. અમે સહેજ માટે રહી ગયા નહીંતર આમારું શું થાત. તેમની સ્પીડ 120-130ની હશે. મરનારમાં એક તિરૂપતિ વાળાનો દીકરો વેદાંત હતો.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,અક્સમાત/Accident,View : 200

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે