અક્કલ…..

 • તને કોઇ ભુલી શકે ?

  એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

  આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

  ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

  પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

  પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

  પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

  પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

  પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

  પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

  ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

  પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

  પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

એક ક્લિક પર જાણો હવે PPF, NSC અને કિસાન વિકાસપત્ર પર મળશે આટલા ટકા વ્યાજ

201701Jul
એક ક્લિક પર જાણો હવે PPF, NSC અને કિસાન વિકાસપત્ર પર મળશે આટલા ટકા વ્યાજ

સરકારે નાની બચતો પરના વ્યાજમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના અમલ પહેલાં જ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં નજીવો ઘટાડો કર્યો છે.

પીપીએફ, એનએસસી તેમજ કિસાન વિકાસપત્રના વ્યાજમાં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.1 ટકાનો ઘટાડો કરાયો છે. પીપીએફ અને એનએસસી પર હવે 7.8 ટકા વ્યાજ મળશે જ્યારે કિસાન વિકાસપત્ર પર તે 7.5 ટકા રહેશે.

અગાઉ પીપીએફ, એનએસસી અને કેવીપી પર અનુક્રમે 7.9 ટકા, 7.9 ટકા અને 7.6 ટકા વ્યાજ અપાતું હતું. વરિષ્ઠ નાગરિક બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે 8.4 ટકાને બદલે 8.3 ટકા વ્યાજ મળશે. નાની બચત યોજનાઓના વ્યાજદર સરકારી બોન્ડ્સની 10 વર્ષની સરેરાશ ઊપજ સાથે જોડવામાં આવ્યા છે.

સરકારે દર ત્રણ મહિને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ માર્ચમાં તમામ યોજનાઓના વ્યાજદરમાં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો.

 

source: sandesh

ભારત/India,ગુજરાત/Gujarat,View : 227

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.