ઉનાળાનો ધીમી ગતિએ પ્રારંભ થયો મંગળવાર સીઝનનો હોટેસ્ટ- ડે બન્યો

201701Mar
ઉનાળાનો ધીમી ગતિએ પ્રારંભ થયો મંગળવાર સીઝનનો હોટેસ્ટ- ડે બન્યો

હજૂ તો ઉનાળાની શરૃઆત થઈ છે ત્યાં તો ગરમીનો પારો ઊચે ચઢતાં લોકો ત્રાહિમામ્ પોકારવા લાગ્યાં છે. લઘુત્તમ તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

જે જોતા ઉનાળાની શરૃઆત ધકધકતા તડકાથી શરૃ થઈ ગઈ છે. છેલ્લાં કેટલાક દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઉત્તરોત્તર વધી રહ્યો છે.

હજૂ તો ઉનાળાની શરૃઆત જ છે ત્યારે મંગળવારે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લાં ચાર દિવસની વાત કરીએ તો ગઈ તા. ૨૫મીએ મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી હતું, જ્યારે તા.૨૬મીએ તે વધીને ૩૫.૬ ડિગ્રી, તા.૨૭મીએ ૩૬.૬ ડિગ્રી અને તા.૨૮મીએ મંગળવારે તો સીધો જ ૧.૪ ડિગ્રીનો વધારો નોંધાતા તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી ઊંચે ચઢયો હતો.

 

source: sandesh

વડોદરા/Vadodara,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 272

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.