અક્કલ…..

 • નવો બોલ!

  પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

  જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

  ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

  પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર, સર્વત્ર જળબંબાકાર: સિદ્ધપુરમાં 5 કલાકમાં 12 ઇંચ

201703Jul
ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર, સર્વત્ર જળબંબાકાર: સિદ્ધપુરમાં 5 કલાકમાં 12 ઇંચ

રાજ્યમાં શનિવારથી મેઘરાજાની અવિરત સવારી ગઇકાલે પણ ચાલુ રહી હતી અને આજે પણ રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ સાથે દિવસભર ઝાપટા ચાલુ રહ્યા હતા.

જ્યારે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરમાં પાંચ કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના દેલવાડામાં ત્રણ યુવકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. સિદ્ધપુરમાં 12, દાંતીવાડામાં 9, રાધનપુરમાં 7, હારીજમાં 6, પાલનપુરમાં 6, વડગામમાં 5, સમીમાં 5, સાંતલપુરમાં 4, ભાભરમાં 4 અને શંખેશ્વરમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

છેલ્લાં બે દિવસથી પડી રહેલાં વરસાદે અમદાવાદ મ્યુ.ના પ્રિ-મોનસૂન પ્લાનના લીરે લીરા ઉડાડ્યા છે. પાણીના નિકાલ માટે અપૂરતી વ્યવસ્થાના લીધે પૂર્વના મોટાભાગના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા શહેરીજનો પરેશાન બન્યા હતા. ગઇકાલે સવારથી ઝરમર ઝરમર વરસાદી માહોલ વચ્ચે 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં છ મોટા ઝાડ ધરાશાયી થયા હતા.

પાલનપુર-અમદાવાદ અને અમદાવાદ-આબુ વચ્ચેનો રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો. તેના લીધે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાંચ હજારથી વધુ મુસાફરો અટવાઇ ગયા હતા.

પાટણ જિલ્લામાં ઉ૫રવાસમાં ભારે વરસાદથી સરસ્વતી ડેમના ત્રણ દરવાજા ખોલવા પડયા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાટણની સુકી સરસ્વતી નદી ચારે કાંઠે થઈ જતા વ્યવસ્થાના ભાગરૂપે વહીવટી તંત્રને ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ૧૪૦૦૦ ક્યુસેક પાણીની આવકની સામે તંત્ર દ્વારા લેવલ મેન્ટેઈન કરીને ૧૬૦૦ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સરસ્વતી ડેમમાં પાણી આવ્યાના સમાચારને પગલે સરસ્વતી ડેમનો નજારો જોવા માટે નગરજનો ઉમટી પડયા હતા. તંત્ર દ્વારા નદી કાંઠાના નજીકના ગામડાઓને સાયરન વગાડીને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

સાબરકાંઠા-અરવલ્લીમાં 2 થી 4 ઈંચ વરસાદ હિંમતનગર, મોડાસા, બાયડ, ભિલોડા, તલોદ, ખંભીસર : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ અવિરત અષાઢી વરસાદની હેલી જારી રહી હતી, અને છેલ્લા ચોવીસ કલાકમાં બંને જિલ્લામાં સરેરાશ બે થી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો, ગત રાત્રેથી બપોર બે કલાક સુધીમાં હિંમતનગરમાં બે ઈંચ, ઈડરમાં ત્રણ ઈંચ જયારે અન્ય તાલુકાઓમાં સરેરાશ એકાદ ઈંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણેક દિ’ સુધી આ જ રીતે મેઘાની હેલી ચાલુ રહેશે. સરકારી આંકડા મુજબ અત્યારસુધીમાં હિંમતનગર અને વડાલીમાં ૮ ઈંચ, ઈડર અને પ્રાંતિજમાં ૬ ઈંચ, ખેડબ્રહ્મામાં ૯ ઈંચ, પોશીના અને વિજયનગરમાં પ ઈંચ, તલોદમાં ત્રણ ઈંચ (સરેરાશ) વરસાદ થયો છે સાપુતારામાં ત્રણ ઇંચ વરસાદ, આહલાદક વાતાવરણ રવિવારે ગિરિમથક સાપુતારામાં બપોરે બાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વીતેલા ૨૪ કલાકમાં વઘઇમાં ૫.૫ ઇંચ, વાંસદામાં ૪ ઇંચ, આહવામાં ૨.૫ ઇંચ, ખેરગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે સુરત જિલ્લામાં રવિવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે મહુવામાં માત્ર ત્રણ એમ.એમ. વરસાદ પડયો હતો. તેવી જ રીતે સુરત શહેરમાં દિવસ દરમિયાન કેટલાક ઠેકાણે હળવા ઝાપટાં નોંધાયા હતાં. જોકે, રવિવારે તાપમાનનો પારો ૨.૬ ડિગ્રી સેલ્સિયસ વધ્યું હતું. આ ઉપરાંત તાપી જિલ્લાના ડોલવણમાં ૩૩ એમ.એમ., વ્યારામાં ૫ એમ.એમ., સોનગઢનું ૩ એમ.એમ. વરસાદ નોંધાયો હતો.

રાજ્યના તમામ 250 તાલુકામાં 144.18 મિમી વરસાદ, જૂન સુધીમાં ગત વર્ષની સરખામણીમાં 13 ટકા વધુ વરસાદ રાજ્યમાં ચોમાસાની સિઝનના વરસાદે રાહ જોવડાવ્યાં બાદ છેલ્લા ચારેક દિવસથી મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. અત્યારસુધીમાં રાજ્યના તમામ ૨૫૦ તાલુકામાં વરસાદ પડતાં નાગરિકોમાં આનંદની લહેર પ્રસરી છે.

કંટ્રોલરૃમના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૧૪૪.૧૮ મિમી વરસાદ ખાબક્યો છે જે સિઝનના ટોટલ વરસાદના ૧૭.૮૦ ટકા વરસાદ થવા પામે છે. જોકે ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ૧ જુલાઈ સુધીમાં ૧૩ ટકા વધુ વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે, રાજ્યમાં આ પ્રકારની મોસમ હજુ બે દિવસ રહેશે ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો થઈ જશે જ્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદની સ્થિત યથાવત્ રહેશે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લાં કેટલાય દિવસથી પડી રહેલા ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચારે તરફ ભેજ ભર્યુ વાતાવરણ છવાઈ ગયંુ છે.

ખેડૂતો ચોમાસુ ખેતી માટે આતુરતાથી વરસાદની રાહ જોઈ બેઠા હતા ત્યારે રાજ્યભરના તમામ ૨૫૦ તાલુકામાં વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં સૂઈગામ, થરાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,અહમદાબાદ/Ahmedabad,પાટણ/Patan,સાબરકાંઠા/Sabarkantha,સુરત/Surat,તાપી/Tapi,ગીર સોમનાથ/Gir Somnath,બનાસકાંઠા/Banaskantha,View : 345

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે