અક્કલ…..

 • રાવણ એંડ બ્રધર્સ

  રાવણ : અલ્યા સિગરેટ છે કે ?
  કુંભકર્ણ : નથી..... પતી ગઈ....
  વિભિષણ : અલ્યા ના કેમ કહે છે, હજુ એક પેકેટ પડ્યુ તો છે..
  કુંભકર્ણ : તુ જરા શાંતીથી બેસને, એ સાલાના દસ મોઢા છે.. એક જ મિનિટમાં પાકીટ ખાલી કરી નાખશે.

ઉત્તર ગુજરાતમાં આસમાની સુનામી: સીપુ ડેમના પાળા તૂટયા, 20 હજારથી વધુનું સ્થળાંતર

201725Jul
ઉત્તર ગુજરાતમાં આસમાની સુનામી: સીપુ ડેમના પાળા તૂટયા, 20 હજારથી વધુનું સ્થળાંતર

રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના ૧,૨૨૨ વર્ગ કિલોમીટરનો આવરો વિસ્તાર ધરાવતા બનાસ નદી પરના સીપુ ડેમના પાળા તૂટીને કંટ્રોલરૂમમાં પાણી ભરાતાં સ્ટાફ સાઇટ છોડીને ભાગી છૂટયો હતો.

વર્ષ ૨૦૦૧માં તૈયાર થયેલો ૩૮.૫ મીટર ઊંચાઈનો સીપુ ડેમના પાળા તૂટતાં બનાસકાંઠા, પાટણ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે, જોકે સ્થાનિક વહીવટી તંત્રે તત્કાળ અસરથી ૨૦,૬૦૦થી વધુ નાગરિકોને સ્થળાંતર કરાવ્યું હતું.

ભારે વરસાદને કારણે બનાસ નદી આસપાસનાં ૨૪૭થી વધુ ગામો, ૩ શહેરોમાં ૫૦,૦૦૦થી વધુ નાગરિકો પર જળસંકટ તોળાઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, અગ્રસચિવ પંકજકુમારે સોમવારે સવારે ડીસામાં સમીક્ષાબેઠક યોજ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્રે સીપુ ડેમની હેઠવાસમાં જાટ, ભાખરી, પાથાંવાડા, ઊંચાવાડા, સામરવાડા, ધાનેરા શહેરા, ખિમત, બાપલા, મિઠોદર, ભાચરવા, મહુડી સહિતનાં ૧૭ ગામોના સરપંચોને બોલાવીને તત્કાળ અસરથી ગામો ખાલી કરી સલામત સ્થળે, સગાંસંબધીઓને ઘરે જતાં રહેવા સૂચના આપી હતી, જેને પગલે આ વિસ્તારમાં પશુઓને નોધારાં છોડવાની રોકકળ વચ્ચે નજીકનાં શહેરો, મોટાં ગામોમાંથી ટ્રેક્ટર-ટ્રોલીઓ મગાવીને શરૂ થયેલું સ્થાળાંતર મોડી રાત સુધી ચાલ્યું હતું.

સિંચાઈ વિભાગે ડેમના દરવાજા લીકેજ થયાની વાતનો ઈનકાર કર્યો હતો, જોકે પાળા તૂટયાનો સ્વીકાર કરતાં ઉમેર્યું કે, ઉપરવાસથી પાણીની આવક અને ભારે વરસાદને કારણે ૨૫.૬૮ વર્ગ કિલોમીટરનો એરિયા ધરાવતો સીપુ ડેમ ભયજનક સ્થિતિમાં છે. આથી ડેમના તમામ દસ દરવાજા ખુલ્લા મુકીને ૧.૧૬ લાખ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ડેમના પાળાને મજબૂત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

ધાનેરામાંથી ૨ હજાર લોકોનું સ્થળાંતર રાજસ્થાનના ઉપરવાસ તેમજ બનાસકાંઠામાં પડેલા મુશળધાર વરસાદને પગલે ધાનેરા જળબંબાકાર થઈ ગયું છે. હજાર પશુ પાણીમાં તણાઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરામાંથી ૨ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવકાર્ય માટે એરફોર્સ અને એનડીઆરએફ અને બીએસએફની વધુ ટુકડીઓ મગાવાઈ છે.

ધાનેરા ઉપરાંત દાંતીવાડા, અમીરગઢ, પાંથાવાડા, ડીસામાં પણ લોકોની હાલત કફોડી બની છે. ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાનાં ૫૦થી વધારે ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક ઠપ, વીજળી ગુલ માઉન્ટ આબુમાં ભારે વરસાદને પગલે રસ્તા તૂટી ગયા છે. સાથે-સાથે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે.

વીજળી પણ ગુલ થઈ જતાં લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. બહારથી આવેલા સહેલાણીઓ આબુમાં આવીને ફસાઈ ગયા હતા. માઉન્ટ આબુમાં સતત વરસાદને પગલે આબુને જોડતા માર્ગ પર ડુંગરના પથ્થરોની શીલાઓ ધસી આવતાં રોડ બંધ થઈ ગયો હતો. નખીલેખ તળાવ ઓવરફ્લો થયું હતું જેને કારણે અનેક પર્યટકો ફસાઈ ગયા હતા.

– રાજસ્થાનનો જેતપુર ડેમ તૂટતાં ધાનેરા પંથકમાં પાણી ઘૂસ્યાં

– બનાસકાંઠામાં 16 ઇંચ વરસાદને પગલે ડેમ ઓવરફલો, સીપુ અને દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા

– વરસાદને લીધે રાજ્યમાં મૃત્યાંક 76, રાજ્યમાં 996થી વધુ પશુનાં પણ મોત

– બનાસકાંઠામાં સરકારે લશ્કર ઉતાર્યું, રેસક્યુ ચાલુ

– ખેડબ્રહ્માના ખેડવા ડેમના ત્રણ દરવાજા ખોલાતાં 13 ગામો એલર્ટ

– રાધનપુરમાં અવિરત વરસાદથી નદીકાંઠાનાં 17 ગામોમાં હાઇએલર્ટ

– ધરોઇ ડેમની સપાટી 54 કલાકમાં 11 ફૂટ ઊંચકાઇ

– ઉત્તર ગુજરાતમાં આકાશી સુનામી: પાલનપુર, અમીરગઢમાં 14 ઇંચ વરસાદ

– અરવલ્લીની ગિરિમાળામાં 12, ઇડરમાં 11, માઉન્ટ આબુમાં 10 ઇંચ

– રાજ્યના 114 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, મોસમનો 60 ટકા વરસાદ વરસ્યો

– સૌરાષ્ટ્ર-ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

 

source: sandesh

ગુજરાત/Gujarat,View : 396

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.