અક્કલ…..

 • બબિતાનો ભાયડો !

  બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

  એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

  ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

  ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

  ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

  બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

  અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

  આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

  ''ઐયર આ શું થયુ ??''

  ઐયરે કહ્યુ,

  ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

ઈન્ફોસીસની સફરયાત્રા

201503Dec

ઈન્ફોસીસ નામ સાંભળતા જ આપણને શ્રી નારાયણમુર્તીનો ચહેરો નજર સમક્ષ આવે છે. પણ આપને વાંચીને કદાચ નવાઈ લાગશે કે કંપનીએ હમણાં જ શ્રી ગોપાલક્રિષ્નનને વિદાય આપી અને તે સાથે કંપની નો લગભગ ૩૪ વર્ષ જુનો એક યુગ પૂરો થયો.

આ તબક્કે કંપનીનો ભૂતકાળ વાગોળતા આ કંપની નો એક યુગ કેવી રીતે પૂરો થયો તે સમજીએ.

૨૯ ડીસેમ્બર, ૧૯૮૦ શ્રી એન. આર. નારાયણને કંપની સ્થાપવાનો વિચાર આવ્યો. આ પહેલા તેઓ IIM, અમદાવાદ અને પટણી કોમ્પ્યુટર્સ લી. માં નોકરી કરી ચુકેલા હતા. તેઓ તેમના છ મિત્રો શ્રી અશોક અરોરા, કે. દીનેશ, શ્રી એસ. ગોપાલક્રિષ્નન, શ્રી એસ. ડી. શીબુલાલ, શ્રી એન. એસ. રાઘવન અને શ્રી નંદન નીલેકણી સાથે મળીને કંપનીની સ્થાપના ૨૧, જુલાઈ ૧૯૮૧ નાં રોજ ઈન્ફોસીસ કન્સલ્ટન્ટ પ્રા.લી. નાં નામથી કરી. કંપનીનું રજીસ્ટર્ડ એડ્રેસ શ્રી એસ. રાઘવનાં માટુંગા, મુંબઈ સ્થિત ઘરનું અને ઓફિસ શ્રી નારાયણના ઘરેથી કાર્યરત થતી હતી. ત્યારબાદ કંપનીનું કાર્યસ્થળ પુના કરવામાં આવ્યું.

કંપનીનું જુલાઈ ૧૯૮૧માં ન્યુયોર્ક સ્થિત ડેટા બેસિક કોર્ષ તેનું પહેલું ગ્રાહક બન્યું. ૧૯૮૩ એટલેકે ૨ વર્ષનાં ગાળામાં કંપનીને જાણીતી કંપની માઈકો નો કરાર મળ્યો અને કંપની એ તેનું કાર્યસ્થળ પુનાથી બદલીને બેંગ્લોર કરવું પડ્યું. અમેરિકન માર્કેટમાં પ્રવેશવા કંપનીએ ૧૯૮૯માં કટ સાલમોન અશોશીયેટસ સાથે KSA-Infosys નાં નામે જોઈન્ટ વેન્ચર કર્યું. જે તેજ વર્ષમાં ભાંગી પડ્યું. તેઓએ એક સોફટ્રોનીક્સ નામથી કંપની ચાલુ કરી હતી, જે ૧.૫ વર્ષમાં ખોટ ખાતી હોય બંધ કરવી પડી હતી.

આઠ વર્ષ નાં ગાળા બાદ પણ કંપનીની કોઈ પ્રગતિ ન હતી અને ઈન્ફોસીસ ભવિષ્યમાં નહિ ચાલી શકે તેવા અંદાજથી શ્રી અરોરાએ કંપની છોડી દીધી. શ્રી એસ. ડી. શીબુલાલે પણ કંપનીમાંથી રાજા લઈ અને અમેરિકાની સનમાઈક્રોસીસ્ટમમાં કામ ચાલુ કર્યું. પણ તેણે કંપનીનો તેનો શેરહોલ્ડીંગ તેની પાસે જ રાખ્યું.

પ્રમોટર્સએ જોઈન્ટ વેન્ચરની નિષ્ફળતાને પચાવી અને કંઈક ખુબ મોટું કામ કરવાનું વિચાર્યું. ICCI નાબુદ થતા ૧૯૯૩માં કંપનીએ તેના શેરનો પબ્લિક ઇસ્યુ કર્યા હતા. જે ઇસ્યુ પૂરો ભરાયો ન હતો અને મોરગન સ્ટેનલીએ લગભગ ૧૩% હિસ્સો ખરીદી લઈને ઇસ્યુ સફળ બનાવ્યો હતો. શેરનું લીસ્ટીંગ રૂ.૧૪૫નાં ભાવે થયું હતું અને ત્યારબાદનો ઈતિહાસ આપણે સહુ જાણીએ છીએ.

સન ૨૦૦૦માં શ્રી રાઘવને કંપની છોડી દીધી. ત્યારબાદ શ્રી નંદન નીલકેણી એ ૨૦૦૨ થી ૨૦૦૭, એસ. ગોપાલક્રિષ્નન એ ૨૦૦૭ થી ૨૦૧૧, શ્રી શીબુલાલને ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી કંપનીનાં ચેરમેન તરીકે ધુરા સંભાળી. વચગાળાના સમય માં ફનીષ મૂર્તિનું પણ ચેરમેન તરીકે નામ સંભળાતું હતું. કંપનીમાં તેઓ નારાયણ મૂર્તિ નં ૨ માં ગણતરી થતી હતી. પણ ૨૦૦૨માં જાતીય સતામણીનાં કેસમાં સંડોવાતા રાજીનામું આપવું પડેલ હતું.

સંસ્થાનાં સ્થાપકમાંથી એક માત્ર બોર્ડ મેમ્બર શ્રી કે. દીનેશ ક્યારેય ચેરમેન પદ લઇ ન શક્યા.

શ્રી નારાયણ અને નંદન નીલકેણીનાં વડપણ હેઠળ કંપની એ ઘણા કીર્તીમાંનો સ્થાપિત કર્યા પણ ત્યારબાદ કંપની થોડી નાજુક સ્થિતિમાંથી પસાર થતા નારાયણમુર્તીએ ફરી ૨૦૧૧માં ૩ વર્ષ માટે ધુરા સંભાળી પણ તેઓ જુના સોનેરી દિવસો પાછા લાવી શક્યા નહી. કંપનીનાં કર્મચારીઓ ઇન્ફોસીસ છોડીને જવા લાગ્યા અને બધાનો એક જ સુર હતો કે કંપનીની ધુરા કોઈ વ્યવસાયિક વ્યક્તિને આપવી.

આ સાથે શ્રી વિશાલ સિક્કાની નિમણુંક કરવામાં આવી. આ સમયે આપને જાણીને આંનદ થશે કે શ્રી વિશાલ સિક્કા, રાજકોટની સેન્ટ્રલ સ્કુલમાં બહુ થોડા સમય માટે ભણ્યા છે. શ્રી વિશાલ સિક્કાનાં વડપણ હેઠળ હમણાં કંપનીએ અત્યારે ઘણા જ પ્રોત્સાહ સાથે છમાસિક પરિણામો રજુ કર્યા છે. અને ઘણા વખત પછી રૂ. ૪૫ નાં ડીવીડંડ અને ૧:૧ નો બોનસ જાહેર કર્યું છે.

આમ, આ કંપનીનાં પ્રમોટરો અત્યારે ફક્ત શેરહોલ્ડર થઇ ગયા અને કંપનીનો એક યુગ પૂરો થયો.
 

View : 7989

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.