અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

ઇસરોએ હવામાંથી ઓક્સિજન લેનારા સ્ક્રેમજેટ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું

201629Aug
ઇસરોએ હવામાંથી ઓક્સિજન લેનારા સ્ક્રેમજેટ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું

 - ભારતનીં અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા
- આ પ્રકારના એન્જિનનું પરિક્ષણ કરનારા ચાર દેશોમાં ભારત સામેલ

- ઉપગ્રહ છોડવામાં થતો ખર્ચ ઓછો આવશે, વધુ પ્રમાણમાં પેલોડ લઇ જઇ શકાશે

બેંગાલુરુ, તા. ૨૮
ભારત હવે એ દેશોના ક્લબમાં સામેલ થઇ ગયો છે કે જેઓએ હવામાંથી જ ઓક્સિજન ગ્રહણ કરી લેતા રોકેટ એન્જિન બનાવ્યા હોય. ઇસરોએ ગુરુવારે સ્ક્રેમજેટ રોકેટ એન્જીનનું સફળતા પૂર્વક પરિક્ષણ કર્યું હતું. જેને પગલે ઇંધણના ઓછા વપરાશમાં ઉપગ્રહલ લઇ જતા એન્જિન ચલાવવાની દિશામાં ભારત એક પગલુ આગળ વધ્યો હતો. કેમ કે જે રોકેટ એન્જિન લોંચ કરવામાં આવ્યું તે હવામાંથી ઓક્સિજન લે છે જેથી ખર્ચ ઓછો થશે. હાલ આ પ્રકારના એન્જિનનું આ પહેલુ પરિક્ષણ છે. અને સ્ક્રેમજેટ એન્જિનના ક્ષેત્રમાં હજુ પણ વધુ સફળતા મળે તેવી શક્યતાઓ છે.

અત્યાર સુધીમાં આ પ્રકારના એન્જિનનું પરિક્ષણ કરનારા દેશોમાં માત્ર અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સી જ સામેલ હતા. આ એક પ્રકારનું એવું એન્જિન છે કે જેના દ્વારા સેટેલાઇટ પરિક્ષણ થાય છે. આ એન્જિનના સફળ પરિક્ષણને પગલે હવે કોઇ સેટેલાઇટ છોડવામાં આવશે તો જે ખર્ચ પરિક્ષણમાં થાય છે તે ઓછો થશે. ભારતનંુ આ રોકેટ પરિક્ષમ કેન્દ્ર આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટામાં આવેલું છે.

સ્ક્રેમજેટ એન્જિનનો પ્રયોગ માત્ર રોકેટના વાયુ મંડળના ચરણ દરમિયાન જ થાય છે. આ ઉપરાંત હવામાન માટે છોડવામાં આવનારા ઉપગ્રહને હાલ નહીં છોડાય. કેટલીક અડચણો દુર થયા બાદ તેને હવે ૮ સપ્ટેમ્બરના રોજ છોડવામાં આવશે. આ સફળતા બાદ વડા પ્રધાન મોદીએ દેશના વૈજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 690

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.