અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

ઇન્ફોસીસ બોર્ડ અને સિક્કાના આરોપોનો નારાયણ મૂર્તિએ શું આપ્યો જવાબ? જાણો એક ક્લિક પર

201719Aug
ઇન્ફોસીસ બોર્ડ અને સિક્કાના આરોપોનો નારાયણ મૂર્તિએ શું આપ્યો જવાબ? જાણો એક ક્લિક પર

ઇન્ફોસીસના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન એનઆર નારાયણ મૂર્તિએ કહ્યું કે તેઓ કંપની બોર્ડની તરફથી લગાવામાં આવેલા તામામ આરોપોને યોગ્ય સમય પર, યોગ્ય ફોરમમાં, સાચો જવાબ આપશે. તેમણે કહ્યું કે આવા આરોપોનો આમ ઉતાવળથી જવાબ આપવો તેમના સમ્માનની વિરૂદ્ધ હશે.

મૂર્તિએ કહ્યું કે હું 2014મા જાતે જ ઇન્ફોસીસ બોર્ડમાંથી નીકળી ગયો હતો. ત્યારે મેં મારા પરિવાર અને બાળકો અંગે વિચાર્યું નહોતું. બોર્ડના આરોપો પર મૂર્તિએ કહ્યું કે તેમના સમ્માનની વિરૂદ્ધ છે.

બીજીબાજુ સિક્કાના રાજીનામા પર પિક્ચર ક્લિયર કરવા માટે ઇન્ફોસીસ બોર્ડે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. તેમાં કહ્યું છે કે બોર્ડ વિશાલ સિક્કાના નિર્ણયનું સમ્માન કરે છે.

ઇન્ફોસીસના કો-ચેરમેન રવિ વેંકટેશને કહ્યું કે તેમણે સતત વિશાલને બોર્ડનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થવાની વાત કરી. આ વાતો ઇન્ફોસીસ બોર્ડ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી. ખુદ વિશાલ સિક્કા કેલિફોર્નિયાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે પ્રેસ કોન્ફરન્સ સાથે જોડાયેલ અને પોતાના સંબોધન બાદ મીડિયાના પ્રશ્નોનો પણ જવાબ આપ્યો.

સિક્કાએ કહ્યું કે તેઓ બોર્ડના નિર્ણય અને પોતાની ઉપર લાગેલા આરોપથી દુખી છે. સિક્કાએ કહ્યું કે તેમણે ઇન્ફોસીસના સીઇઓ તરીકે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેનો ગર્વ છે. તેમણે કહ્યું કે તેમના રાજીનામાંથી કંપની પર કોઇ અસર પડશે નહીં.

બીજીબાજુ ઇન્ફોસીસના કો-ચેરમેન રવિ વેંકટેશને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વચગાળામાં વિશાલ સિક્કાની જવાબદારી સંભાળનાર યુબી પ્રવીણ રાવ સિક્કાને જ રિપોર્ટ કરશે. તેમણે કહ્યું કે 31મી માર્ચ 2018 સુધી વિશાલ સિક્કાનો સ્થાયી વિકલ્પ શોધી લેવામાં આવશે.

ત્યાં સુધી સિક્કા અમારા વ્યૂહાત્મક તબક્કાઓ, ટેકનોલોજીની બાબતોમાં, ક્લાયન્ટસથી સંબંધિત વગેરે પર કામ કરશે. સિક્કાએ કહ્યું કે ઇન્ફોસીસ છોડી નથી.

હું 31મી માર્ચ 2018 સુધી અથવા તો તેની પહેલાં જ્યાં સુધી બધું પાટા પર આવી જાય છે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ વીપીના પદ પર છું. તેમણે કહ્યું કે રાજીવ બંસલનો મુદ્દો વારંવાર ઉઠાવામાં આવ્યો, આથી તેમણે ખૂબ જ દુખ થયું.

સિક્કાએ કહ્યું કે આવા આરોપો પર કંપનીની વેલ્યુ પર અસર પડે છે. તેમણે કહ્યું કે કંપનીમાં ગવર્નન્સનું સ્તર ઘણું નીચું થઇ ગયું છે. હવે કંપનીની જવાબદારી કોને સોંપાશે? આ પ્રશ્ન પર ઇન્ફોસીસના કો-ચેરમેન રવિ વેંકટેશને કહ્યું કે જે પણ ઇન્ફોસીસના નવા સીઇઓ હશે તેને હાલની રણનીતિ અને સિદ્ધાંત અપનાવો પડશે.

તેમણે કહ્યું કે હવે અમે પાછળ નહીં હટીએ. નવા સીઇઓ એજ હશે જે કંપનીનું કલ્ચર સમજતા હોય, એમ્પલોય ફ્રેન્ડલી હોય અને ક્લાયન્ટસ કન્સર્નથી પરિચિત હોય.

શેરબાયબેક પ્લાન પર મીડિયાના પ્રશ્નના જવાબ આપતા સમયે ચેરમેન આર શેષાસયીએ કહ્યું કે સિક્કાના રાજીનામાથી ઇન્ફોસીસના શેર બાયબેક પ્લાન પર કોઇ અસર પડશે નહીં. તેમણે કહ્યું કે રાજીનામાંથી શેર બાયબેક પ્લાન અટકશે નહીં. અમારે રોકાણકારોને પૈસા પાછા આપવાના છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 237

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.