અક્કલ…..

  • ઓત્તારીની...

    છોકરી છોકરાને - તારા વાળ તો જો એવુ લાગે છે જાણે ઘાસ ઉગ્યુ હોય....
    છોકરો - તેથી જ તો હું ક્યારનો વિચારી રહ્યો છુ કે મારી પાસે ભેંસ કેમ ઉભી છે...!!

ઇન્ફોસિસ આગામી બે વર્ષમાં ૧૦,૦૦૦ અમેરિકનોને નોકરીએ રાખશે

201703May
ઇન્ફોસિસ આગામી બે વર્ષમાં ૧૦,૦૦૦ અમેરિકનોને નોકરીએ રાખશે

ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસ આગામી બે વર્ષમાં અમેરિકામાં ૧૦,૦૦૦ અમેરિકનોને નોકરીએ રાખશે તથા ચાર ટેકનોલોજી અને સંશોધન કેન્દ્રની રચના કરશે.

વિઝા આધારિત મુદ્દાઓને શાંત પાડવા માટે ઇન્ફોસિસે આ યોજના બનાવી હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ ઇન્ફોસિસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ), મશીન લર્નિંગ, યુઝર એક્સપિરિયન્સ, કલાઉડ અને બીગ ડેટા જેવી નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.

જે ૧૦,૦૦૦ અમેરિકનોને નોકરી પર રાખવામાં આવશે તેમાં અનુભવી ટેકનોલોજી પ્રોફેશનલ અને અગ્રણી યુનિવર્સિટીઓ તથા સ્થાનિક અને કોમ્યુનિટી કોલેજોના ફ્રેશ ગ્રેજ્યુએટને સામેલ કરવામાં આવશે.

ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાના જણાવ્યા અનુસાર પ્રથમ કેન્દ્ર ઇન્ડિયાનામાં ચાલુ વર્ષે ઓગસ્ટમાં શરૃ કરવામાં આવશે. આ કેન્દ્ર ૨૦૨૧ સુધીમાં ૨૦૦૦ અમેરિકનો માટે નોકરીનું સર્જન કરશે. અન્ય ત્રણ કેન્દ્રો માટે સ્થળની પસંદગી આગામી કેટલાક મહિનાઓમાં કરવામાં આવશે.

આ કેન્દ્રો ટેકનોલોજી અને સંશોધનના ક્ષેત્રમાં લોકોને તાલીમ આપવા ઉપરાંત ફાઇનાન્સિયલ સર્વિસ, મેન્યુફેકચરિંગ, હેલ્થકેર, રિટેલ અને એનર્જી સેક્ટરના કલાયન્ટ સાથે કાર્ય કરવામાં મદદ પૂરી પાડશે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ઇન્ફોસિસને પોતાની ૧૦.૨ અબજ ડોલરની આવક પૈકી ૬૦ ટકા આવક ઉત્તર અમેરિકાના બજારમાંથી મળી હતી. સિક્કાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) અને વર્ચુઅલ રિયાલિટી જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે.

 

source: gujaratsamachar

અંતરરાષ્ટ્રીય/International,ટેક્નોલોજી/Technology,View : 643

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે.