અક્કલ…..

  • સાચો પ્રેમ

    તાંત્રિક - બેટા તારા પર ચુડેલનો પડછાયો છે..
    માણસ - બાબા હું થપ્પડ મારી દઈશ જો મારી પત્ની વિશે કંઈ પણ ઊંઘુ છત્તુ બોલ્યા તો.....

ઇટાલીમાં ભૂકંપનો મૃત્યુઆંક વધીને ૨૭૦ થયો : બે દિવસમાં ૯૦૦ આફટર શોક

201627Aug
ઇટાલીમાં ભૂકંપનો મૃત્યુઆંક વધીને ૨૭૦ થયો : બે દિવસમાં ૯૦૦ આફટર શોક

(પીટીઆઇ)    એમાટ્રિસ(ઇટાલી), તા. ૨૬
ઇટાલીમાં આવેલા ભયાનક ભૂકંપના ત્રણ દિવસ પછી પણ મૃતકોની સંખ્યા વધી છે. ભૂકંપનો મૃત્યુઆંક વધીને ૨૭૦ થઇ ગયો છે. નવા આંકડા જાહેર કરતા સિવિલ પ્રોટેક્શન એજન્સીના વડા ઇમ્માકોલાટા પોસ્ટિગલિઓને જણાવ્યું હતું કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો પૈકી કોઇ પણ જીવિત મળી આવ્યું નથી.
૩૬૭ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. બુધવારે આવેલા વિનાશકારી ભૂકંપ પછી અત્યાર સુધીમાં ૯૦૦ આફ્ટર શોક અનુભવવામાં આવ્યા છે. ભૂકંપમાં બચી ગયેલા લોકો હાલમાં ટેન્ટમાં રહી રહ્યાં છે. તેમની પાસે પ્લાસ્ટિકની બેગ છે જેમાં કપડા, ઓળખ માટેના દસ્તાવેજો, ફોન અને પાકિટ છે. આ એ વસ્તુઓ છે જે ભૂકંપના સમયે તેઓ સાથે લઇને ઘરમાંથી બહાર નીકળ્યા હતાં.
ઇટાલીના વડાપ્રધાન રેન્ઝીએ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. રેન્ઝીએ ભૂકંપગ્રસ્ત લોકો માટે ૫ કરોડ યુરો(૫.૬ કરોડ ડોલર)ની સહાયની પણ જાહેરાત કરી છે. ભૂકંપને કારણે ઇટાલીના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડવાની પણ શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળના અનુભવો પરથી જાણવા મળ્યું છે કે ભૂકંપ પછી દેશના પ્રવાસન ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડે છે. ઇટાલીના અર્થતંત્રમાં પ્રવાસન ઉદ્યોગ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઇટાલીમાં પ્રવાસન ઉદ્યોગનો જીડીપીમાં ૪ ટકા ફાળો રહેલો છે.
મીડિયાના અહેવાલો અને વિદેશ મંત્રાલયોના જણાવ્યા મુજબ ભૂકંપમાં આઠ વિદેશી નાગરિકોના પણ મોત થયા છે.

 

Source : Gujarat Samachar

સામાજિક/Social,View : 528

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે