અક્કલ…..

  • બિચારો સંતા

    લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
    બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
    સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
    કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

આ હોટેલને વધારાના 9 રૂ. લેવાની લાલચ પડી 25,000 રૂ.માં!

201726Aug
આ હોટેલને વધારાના 9 રૂ. લેવાની લાલચ પડી 25,000 રૂ.માં!

હાલમાં વડોદરાની એક રેસ્ટોરાંને સોફ્ટ ડ્રિન્ક માટે 9 રૂપિયા એક્સ્ટ્રા વસૂલવા ભારે પડી ગયા છે. ગ્રાહકે આ મામલે ફરિયાદ કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટે આ રેસ્ટોરાંને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા થશે.

આ ઉપરાંત રેસ્ટોરાંએ રૂ. 8000 હેરાનગતિ અને કાનૂની કાર્યવાહી પેટે પણ ચૂકવવા પડશે. એક ગ્રાહકે આ રેસ્ટોરન્ટ MRP કરતા વધારે ચાર્જ કરતી હોવાની ફરિયાદ કરી હતી. કોર્ટે વધારાના ચાર્જ પર 9 ટકા વ્યાજ ચૂકવવાનું પણ કહ્યું છે.

રસપ્રદ વાત તો એ છે કે રેસ્ટોરાંએ માત્ર 9 રૂપિયા વધારાના વસૂલ્યા હતા. એક વેબસાઇટ પર આવેલા અહેવાલ પ્રમાણે વડોદરાના રહેવાસી અશોક શાહ અને તેમનો પુત્ર 28 માર્ચ, 2016ના રોજ ન્યુ અલ્કા રેસ્ટોરાંમાં ગયા હતા.

અહીં બિલમાં મિરિન્ડાની MRPના 16 રૂપિયા સામે બિલમાં 25 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ગ્રાહકે કેશિયરનું આ તરફ ધ્યાન દોર્યું તો કેશિયરે તેમને ખૂબ જ ઉદ્ધત ભાષામાં જવાબ આપ્યો.

આ કારણે શાહે વડોદરા જિલ્લાની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં ફરિયાદ દાખલ કરી. તેણે રેસ્ટોરાં દ્વારા અપાયેલુ કોમ્પ્યુટરાઈઝ્ડ બિલ પણ સબમિટ કર્યું.

જવાબમાં રેસ્ટોરાંએ બચાવ કરતા જણાવ્યું કે તે જે સેવા-સગવડો પૂરી પાડે છે તેના માટે તેમણે વધારે ચાર્જ કર્યું છે. બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું કે રેસ્ટોરાંએએ ગ્રાહકોને ડ્રિન્ક ગ્લાસમાં નહતું આપ્યું પરંતુ બોટલમાં જ આપ્યું હતું.

આ દંડ કરતી વખતે કોર્ટે જણાવ્યું કે 1986થી ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પાડવામાં આવ્યો છે પરંતુ ગ્રાહકોની છેતરામણી ચાલુ જ છે.

 

source: sandesh

વડોદરા/Vadodara,View : 192

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.Ralph Waldo Emerson