આ મંદિરમા મહાદેવને દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબોને પીવડાવાય છે

201716Aug
આ મંદિરમા મહાદેવને દૂધ ચડાવી બાકીનું દૂધ ગરીબોને પીવડાવાય છે

રાજકોટ સામાન્ય રીતે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવાને બદલે આ જ દૂધ ગરીબ બાળકોને આપી તેની જઠરાગ્નિ ઠારવામાં આવે તો કેવું ઉચિત કાર્ય કહેવાય.

આ જ પ્રકારનો સેવાયજ્ઞ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધારેશ્વર મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસથી શરૂ કરવામાં આવ્યો છે. રોજનું 20 થી 25 લીટર દૂધ ગરીબોમાં વિતરણ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ધારેશ્વર મંદિરની સ્થાપના વર્ષ 1935માં શંકરગીરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

ધારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસમાં આ વર્ષે અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરમાં એક પાત્ર રાખવામાં આવ્યું છે, જ્યા દર્શન માટે આવતા દર્શનાર્થીઓને એવો આગ્રહ કરવામાં આવે છે કે મંદિરમાં શિવજીને થોડા દૂધનો અભિષેક કરો અને બાકીનું દૂધ પાત્રમાં નાખો. પાત્રમાં એકત્ર થયેલું દૂધ દરરોજ મંદિર પાસે બેસતા ગરીબ બાળકોને આપવામાં આવે છે.

રોજ બરોજ શ્રાવણ માસ દરમિયાન 20 લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે અને મંદિર આસપાસ બેસતા ગરીબ બાળકો અને આસપાસના ગરીબ બાળકોને આપવામાં આવે છે.

દરરોજ 1 હજારથી વધુ લોકો દર્શને આવે છે શહેરના પ્રખ્યાત ધારેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દરરોજ 1000થી વધુ લોકો દર્શન માટે આવે છે અને તેમાંથી મોટા ભાગના દર્શનાર્થીઓ શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે. ત્યારે આ વર્ષે દૂધનો અભિષેક કરવા ઉપરાંત પાત્રમાં દૂધ નાખી ગરીબ બાળકો સુધી દૂધ પહોંચાડવાનો અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

દરરોજ 25 લીટરથી વધુ દૂધ એકત્ર થઇ રહ્યું છે. એકત્ર થયેલું દૂધ તમામ ગરીબ બાળકોને પીવડાવી સરાહનીય સેવાયજ્ઞ કરવામાં આવે છે. લોકો પણ આ સેવાયજ્ઞમાં સહભાગી બની આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,View : 318

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.