અક્કલ…..

 • What the hell is your computer doing on my compute

  Help-desk guy speaking to a lady user …

  Help-desk : double click on “My Computer”.
  Lady : I can’t see your computer..

  Help-desk : No .. Click on “My Computer” on your computer.
  Lady : How the hell can I click on your computer from my computer ??? !!

  Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
  Lady : What the hell is your computer doing on my computer ?

આ ગુજરાતીના એક આઇડીયા પર ઓવારી ગયા મોદી પણ, દેશને બનાવશે ટનાટન

201705Jun

આજે 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે વાત મુંબઈ રહેતા એક ગુજરાતીની અનોખી શોધની. આ ગુજરાતીએ પર્યાવરણને લાભ કારક અને સ્વચ્છ ભારત મીશનને લઈને એક મશીન તૈયાર કર્યું છે.

આ મશીનમાં પાણીની ખાલી બોટલ નાખવાથી સરપ્રાઈઝ કુપન મળે છે. જેનાથી પ્લાસ્ટિકનો કચરો બંધ થાય છે અને પ્લાસ્ટિક પણ રીસાયકલ થાય છે. મુંબઇ રેલવે સ્ટેશન પર આ મશીન મૂકવામાં આવ્યા છે, જેની નોંધ PMOએ લીધી હતી અને આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. હવે કેન્દ્ર સરકાક દ્વારા આખા દેશમાં એક હજાર 'સ્વચ્છ ભારત રીસાયકલ મશીન' મૂકવામાં આવશે.

ક્યાંથી આવ્યો મશીન બનાવવાનો વિચાર? અરવિંદ શાહે તેમના પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે, હું વર્ષ દરમિયાન મોટાભાગે અમેરિકા રહું છું. ત્યાંના એક સુપર માર્કેટમાં આ પ્રકારના મશીન ઉપર મારી નજર પડી હતી. મેં જોયું કે લોકો પાણી પીને પ્લાસ્ટિકની બોટલ એ મશીનમાં નાંખતા હતા. જ્યારે ભારતમાં લોકો પાણી પીને ગમે ત્યાં પ્લાસ્ટિકની ખાલી બોટલ ફેંકી દેતા હોય છે.

કારણ કે આ બાબતે ભારતમાં કોઈ જાગૃત્તિ જ નથી. આનાથી પ્રેરણા લઈને મેં એક ટેક્નિશિયન-મશીન કન્સલટન્ટ હાયર કર્યો અને ભારતની સ્થિતિ પ્રમાણે કેવું મશીન બનાવી શકાય તેનું પ્લાનિંગ કર્યું. આ પ્રોજેક્ટ અંગે વોકર્ડ ફાઉન્ડેશન સાથે પણ વાત કરી હતી.

7 લાખમાં તૈયાર થાય છે મશીન પ્રોજેક્ટના અપ્રુવ અને ખર્ચ અંગે અરવિંદ શાહ કહે છે કે, અમે રેલવેને એપ્રોચ કર્યાના છ મહિના પછી અપ્રુવલ મળ્યું હતું. પેહલા અમે જોયું કે લોકો લાઈનમાં ઉભા રહીને બોટલો મશીનમાં નાખતા હતા. ત્યારે અમે ત્રણ પ્રકારની કુપનો રાખી. જેમાં અમે જોયું કે લોકોની માનસિકતા જ નથી કે ડોનેશન આપે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ડોનેશનની ફોર્મ્યુલા કામ નહીં કરે.

અમારે કંઈક કોમર્શિયલ કરવું પડશે. વોકર્ડ ફાઉન્ડેશન જાહેરાત લઇ શકે તેમ ન હતું એટલે અમે આખો પ્રોજેક્ટ ટેક ઓવર કરી લીધું. આ મશીન 7 લાખમાં બને છે.

જેમાં દરમહીને 25 હજારનો મેન્ટેનન્સ આવે છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ, સરકાર આખા દેશમાં લાગુ કરશે આ પ્રોજેક્ટ... સરકાર આખા દેશમાં લાગુ કરશે આ પ્રોજેક્ટ આ વાત PMO સુધી પહોંચી અને એમણે રેલવેને આ વિશે પૂછ્યું હતું. રેલવે વિભાગે આ પ્રોજેક્ટની માહિતી PMOને મોકલી આપી હતી. જે બાદ અમને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે દિલ્હી બોલાવ્યા હતા.

જ્યાંના અધિકારીએ કહ્યું હતું કે, અમને આ પ્રોજેક્ટ પસંદ છે. અમે સ્વૈચ્છિક સંસ્થા પાસેથી CSR અંતર્ગત 1000 હજાર જેટલા મશીનો સ્પોન્સર કરીશું અને આ મશીનોના મેન્ટેનન્સ માટે જાહેરાતમાંથી પૈસા મળશે. આગળની સ્લાઇડ્સમાં જુઓ, પ્લાસ્ટિકવાળા ટી-શર્ટ... પ્લાસ્ટિકવાળા ટી-શર્ટ અરવિંદ શાહ જણાવે છે કે, લંડનની એક કંપનીએ અમારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે અમારો પ્લાન્ટ ઇન્ડિયામાં પણ છે.

આ મશીનોમાં સંગ્રહ કરેલ પ્લાસ્ટિકની બોટલોને એ પ્લાન્ટમાં મોકલી આપવામાં આવશે. જેમાંથી પ્લાસ્ટિકવાળા ટી-શર્ટ બનશે. આ ટી-શર્ટ લોકોને આપવામાં આવશે જેની પર લખેલું હશે કે કઈ રીતે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ટી-શર્ટ બનાવવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભારતમાં રોજ 80 લાખ બોટલોનો કચરો... ભારતમાં રોજ 80 લાખ બોટલોનો કચરો અરવિંદ શાહે જણાવ્યું કે, એક અંદાજ મુજબ ભારતમાં રોજ 80 લાખ જેટલી પાણીનો બોટલો લોકો કચરામાં ફેંકી દે છે. આ મશીન આખા દેશમાં અલગ-અલગ મહત્વની જગ્યાઓએ મૂકવામાં આવશે. જેનાથી લોકો ગમે ત્યાં કચરો નહીં ફેંકે અને મશીનમાં નાખશે.

જમીનનું પ્રદુષણ ઘટશે અને ગંદકી પણ નહીં થાય. આગળની સ્લાઇડ્સમાં જુઓ, મૂળ કચ્છના છે અરવિંદભાઈ... મૂળ કચ્છના છે અરવિંદભાઈ 45 વર્ષીય અરવિંદ શાહનું વતન કચ્છ છે. તેમના પિતા હેમરાજભાઈ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ છે.

તેઓ કચ્છના સામાધીયારના મૂળ વતની છે. MBA ફાયનાન્સનો અભ્યાસ કરી તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. ત્યારબાદ તેઓ ૬ વર્ષ પેહલા મુંબઈ આવીને વાઈલ્ડ વેસ્ટ મીડિયા ચાલ્યું કર્યું છે. પત્ની અને દીકરો અમેરિકામાં રહેતા હોવાથી તેઓ અમેરિકા આવતાં-જતાં હોય છે.

 

source: divyabhaskar

મુંબઈ/Mumbai,કચ્છ/Kutch,View : 659

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.