અક્કલ…..

 • શિક્ષક અને ચંપક

  શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
  ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

આરટીઓ માં એજન્ટ પ્રથા નાબૂદી પત્રવ્યવહારના રવાડે

201311Dec
આરટીઓ માં એજન્ટ પ્રથા નાબૂદી પત્રવ્યવહારના રવાડે

  આરટીઓ પટેલ કહે છે, જાહેરનામુ બહાર પાડવા મહિના ૫હેલા પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે
    પોલીસ કમિશ્રરના કહેવા પ્રમાણે એ પત્ર હજૂ આજદિન સુધી એમને મળ્યો નથી

રાજકોટ : આરટીઓ ઓફિસમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં કોઇને રસ નથી, ગમે તે કારણોસર આરટીઓ પટેલ ખુદ એવું ઇચ્છી રહ્યા છે કે, આરટીઓમાં ભલે એજન્ટોનાં ત્રાસને કારણે ગ્રાહકો લૂંટાતા રહે...!! એટલે જ આરટીઓમાં એજન્ટ પ્રથા જળમૂળમાંથી નાબૂદ કરવા માટે કોઇ પણ અસરકારક પગલા લેવાની જગ્યાયે આરટીઓ અને પોલીસ વચ્ચે ચલક ચલાણાની રમત રમવામાં આવી રહી છે !! રાજકોટ આરટીઓમાં એજન્ટ વગર કામકાજ કરાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન હોવાની છાપ વચ્ચે આરટીઓ કચેરીમાં બેગ લઇને ઘૂમતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે.

સામાન્ય લાયસન્સથી માંડી વાહન ટ્રાન્સફર કે અન્ય કોઇ પણ કામગીરીમાં એજન્ટોને ભોગ ધરવો જ પડે તે સર્વવિદીત છે, છતાં આવી પરિસ્થિતિ વચ્ચે પણ આજે આરટીઓ પટેલે પોતાનું વિધાન હળાહળ જુઠ્ઠુ ગણાશે તેવું જાણતા હોવા છતાં વધુ એક વખત જણાવ્યું હતું કે, આરટીઓમાં એજન્ટ પ્રથા છે જ નહીં !! આવું જણાવી તેને એજન્ટોની ફેવર કરતા હોય અને પોતાનો બૂદ્ધીપૂર્વક બચાવ કરતા હોય તે રીતે એમ પણ જણાવ્યું હતું કે, અમે એજન્ટો આરટીઓમાં સંપૂર્ણ ન પ્રવેશે તે માટે નોટિફીકેશન બહાર ન પાડી શકીયે, જે મુદ્દો પોલીસનો છે. અમે પોલીસને લખીને આપી દીધુ છે કે છતાં પોલીસ જ એજન્ટોનાં આવવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરતી નથી ! બીજી તરફ પોલીસ કમિશનર એચ.પી. સિંઘને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હુ બે દિવસથી રજા પર છુ, બાકી છેલ્લા પંદર દિવસ કે એક મહિનાથી આરટીઓ તંત્રની આવી કોઇ માગણી મારા ધ્યાન પર આવી નથી ! આરટીઓ પટેલ અને સીપી એચપી સિંઘની કોમેન્ટ વચ્ચે એક તબક્કે ચણક ચલાણાની રમત જેવો ઘાટ ઘડાયો હતો !
 

Source: Sandesh News

રાજકોટ/Rajkot,સામાજિક/Social,View : 3109

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સજ્જનતા સાચવવા સતત સાવધાન અને સચેત રહેવું પડે છે, જયારે દુર્જનતા દર્શાવવા દસ સેકંડ પુરતી હોય છે.