અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

આણંદ : ફટાકડાની દુકાનમાં આગ, ભડથુ થઈ ગયો એક યુવક

201702Feb
આણંદ : ફટાકડાની દુકાનમાં આગ, ભડથુ થઈ ગયો એક યુવક

આણંદના ભગતસિહ ચોક વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ. રહેણાંક વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનમાં આગ લાગવાના કારણે એક વ્યક્તિ આગમાં ભડથું થઇ ગઇ હતી.

જ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફટાકડાની દુકાનમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા આણંદ શહેરના છેવાડાથી જોઇ શકાતા હતા. રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગતા મોટી સંખ્યામાં લોકો અહી એકત્ર થઇ ગયા હતા.

ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓએ સ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગુરુવારે સવારે ભગતચોક વિસ્તારમાં રહેણાંક એરિયાની વચ્ચે ફટાકડાની દુકાન આવેલી છે.

આ બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ આગમાં સૌહિલ મિરજા નામનો યુવક આગમાં ભડથુ થઈ ગયો હતો. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.

જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ લાગવાનું ખરુ કારણ તો જાણી શકાયું નથી, પરંતુ શોટસર્કિટ થતા આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે.

 

source: sandesh

આણંદ/Anand,View : 816

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown