અક્કલ…..

  • કુંવારો


    સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો
    સંતાજી તમારી પત્ની મરી ગઈ છે.
    સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે.
    ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
     

આણંદ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 3ના ઘટનાસ્થળે મોત

201607Nov
આણંદ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 3ના ઘટનાસ્થળે મોત

આણંદ શહેરમાં રહેતાં ભીલ પરિવારના પાંચ સભ્યો સાંજના આણંદ રેલવે સ્ટેશન પાછળ આવેલા મહાદેવજીના દર્શન કરી પાછા આવી રહ્યાં હતા. તે સમયે રેલવે લાઇન ક્રોસ કરતી વખતે વડોદરા તરફ પૂરઝડપે આવી રહેલ ગરીબરથની અડફેટમાં બે મહિલા અને અઢી વર્ષની બાળકી આવી જતાં ત્રણેય ફંગોળાઇ ગયા આ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

પોલીસ સૂત્રોએ આપેલ માહિતી પ્રમાણે આણંદ વિદ્યાનગર રોડ પર ઠાકોરજી નગરમાં રહેતા ભીલ પરિવારના પૂજાબહેન રમેશભાઈ ભીલ (ઉ.વ.35), સોનલબેન નરેશભાઈ ભીલ (ઉ.વ.25) તથા સોનલબેનની દીકરી હની (ઉ.વ.2.5) પોતાની માતા અને ભાઇ સાથે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં આણંદ રેલવે સ્ટેશન પાછળ મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

તેઓ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મહાદેવજીના દર્શન કરી પરત ઘરે જવા નીકળ્યા હતા. પાંચેય જણ રેલવે ગોદી પાસે બહાર નીકળવા માટે રેલવે લાઇન ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂજાબેનની માતા અને ભાઈ પાછળ હતા. જ્યારે સોનલબેન પોતાની અઢી વર્ષની દીકરી હની તથા પૂજાબહેન પ્લેટફોર્મ નં.4નો છેડો ક્રોસ કરી રેલવે લાઇન પરથી પસાર થઇ રહ્યા હતા.

આ સમયે વડોદરા તરફથી આવી રહેલી ગરીબરથ ટ્રેનના ચાલકે દૂરથી હોર્ન વગાડવા છતાં બંને બહેનો ઝડપભેર રેલવે લાઇન ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેને કારણે પૂજાબેન અને સોનલબેન સહિત હનીને પણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ફંગોળાઇને 15થી 20 ફૂટ ફેંકાઇ ગયા હતા. અને ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ બનાવના પગલે તેના ભાઇ અને માતા સહિત પરિવારજનોમાં ભારે રોકક્કડ મચાવતાં શોક છવાઇ ગયો હતો.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 626

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આત્મવિશ્વાસ એજ પ્રવ્રુત્તીનો પાયો છે, આત્મવિશ્વાસ વીના પ્રવ્રુત્તીનુ સાચુ પરીણામ ન મળે.