અક્કલ…..

 • અપમાનની હદ !!

  ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
  એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

આણંદ: દારૂની મહેફિલ માણતા માલેતુજારોના આ 24 નબીરાઓ રંગહાથે ઝડપાયા

201613Dec
આણંદ: દારૂની મહેફિલ માણતા માલેતુજારોના આ 24 નબીરાઓ રંગહાથે ઝડપાયા

આણંદ તાલુકાના આંકલાવડી રામપુરા સ્ટેન્ડ નજીક પ્રાથમિક શાળાની પાછળ આવેલા વડોદરાના હેમાંગ અમીનના ફાર્મહાઉસમાં ડીજેના તાલે દારૃની પાર્ટી કરતા ર૪ નબીરાઓને વાસદ પોલીસે ગત મધ્યરાત્રીના સુમારે મળેલ બાતમીના આધારે દરોડો પાડીને દારૂ અને નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા હતા.

પોલીસે તેઓની પાસેથી આઠ વૈભવી કારો,વિદેશી દારૂની બોટલ, બિયરના ટીન,પાર્ટીના આયોજનનો સરસામાન સાથે કુલ રૂ.૯૮.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ નબીરાઓ સામે પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ તાલુકાના આંકલાવડી રામપુરા સ્ટેન્ડ નજીક પ્રાથમિક શાળાની પાછળ વડોદરા છાણીના રહેવાસી હેમાંગ અમીનના ફાર્મહાઉસમાં કેટલાક નબીરાઓ દારૃની મહેફીલ માણી રહ્યા છે.

તેવી બાતમીના આધારે વાસદ પોલીસ મથકના પીએસઆઈ વી.બી પટેલ અને સ્ટાફના જવાનોએ ગતરોજ રાત્રીના પોણા આઠ વાગ્યાના સુમારે દરોડો પાડીને દારૃની મહેફીલ માણી રહેલા ર૪ નબીરાઓને ડીજેના તાલે ઝૂમતા રંગેહાથ ઝડપી પાડયા હતા.

પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૃની જુદીજુદી બ્રાન્ડની બોટલો નંગ ૭ તથા બિયરના ટીન નંગ ૧૯ કિંમત રૂ.૧૫,૨૫૦,પાર્ટીના આયોજનનો સર સામાન કિંમત રૂ.૧,૬૭,૨૫૦,કેટરીનનો સામાન કિંમત રૂ.૪ હજાર તેમજ આઠ વૈભવી કારો કિંમત રૂ.૯૭ લાખ મળી કુલ રૂ.૯૮,૮૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલા ર૪ આરોપીઓની પુછપરછ કરતા તેઓ તમામ ૨૦ થી ૩૯ વર્ષના હોવાનું ઉપરાંત વડોદરાના બિલ્ડરના સંતાનો,ખેતી કામ સાથે સંકડાયેલા ઉપરાંત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. જેઓને પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી વાસદ પોલીસ મથકે લઈ જઈ અ.પો.કો.મહિપાલસિંહની ફરીયાદના આધારે દારૃબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા નબીરાઓ કોણ ક્યાં અને શું કરે છે

1. શૈલેન મુકેશભાઈ અમીન ઉ.વ.૨૬ ધંધો વેપાર રહે.છાણી નાની ખડકી વડોદરા,

2. શાહનવાજ અમીનભાઈ શેખ ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે.મહેશ પાર્ક બાજવા વડોદરા,

3. બંકિમ વસંતભાઈ પટેલ ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.અમીના નગર છાણી વડોદરા,

4.આતિશ મુકુંદભાઈ અમીન ઉ.વ.૨૮ ધંધો-ખેતી રહે.આદિત્ય વિલા સોસાયટી,રામાકાકા ડેરી રોડ છાણી વડોદરા,

5. ભાવેશ લાલજીભાઈ સોલંકી ઉ.વ.૩૧ ધંધો-નોકરી રહે.ઈલોરા પાર્ક વડોદરા

6. વિશાલ રાજુભાઈ માલી ઉ.વ.૨૨ ધંધો-અભ્યાસ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ અકોટા પોલીસ લાઈનની સામે વડોદરા

7. અમિશ બીપીનચંદ્ર પટેલ ઉ.વ.૩૧ ધંધો-જીમખાનુ રહે. શુકલાનગર ફલેટ સમા વડોદરા

8. અંકુર બ્રીજરાજ હાડા ઉ.વ.૨૧ ધંધો-અભ્યાસ રહે.ચૈતન્ય ફલેટ વાઘોડીયા રોડ વડોદરા

9. મિલીન અરવિંદભાઈ સારડા ઉ.વ.૩૨ ધંધો-ગ્રાફીક્સ ડીઝાઈન રહે.નીલકંઠ સોસાયટી કરોડીયા રોડ બાજવા વડોદરા

10. ચિરાગ દિનેશભાઈ પટેલ ઉ.વ.૩૧ ધંધો-નોકરી રહે.પાર્થ પાર્ક ગોત્રી રોડ વડોદરા

11. અર્પિત અરવિંદભાઈ પટેલ ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે.અંકોડીયા વહાણવટી માતાવાળુ ફળીયુ વડોદરા

12. કૃણાલ જશભાઈ પટેલ ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.મધુરમ ફાર્મ ગાર્ડનની બાજુમાં સમા વડોદરા

13. વિશાલ મફતભાઈ પટેલ ઉ.વ.૨૯ ધંધો-નોકરી મુળ રહે.વડદલા તા.પેટલાદ હાલ રહે.શ્રીજીઓરા ફલેટ સમા વડોદરા

14. મયુર સાલીગ્રામ પાટીલ ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે.અકોટા પોલીસ લાઈન સામે વડોદરા

15. આકાશ વિજયભાઈ પંડયા ઉ.વ.૨૦ ધંધો-અભ્યાસ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ અકોટા પોલીસ લાઈનની સામે વડોદરા

16. પ્રશાંત પ્રતાપભાઈ ખાનવીલકર ઉ.વ.૨૪ ધંધો નોકરી રહે.સમીયાલા વિરામ સોસાયટી પાદરા રોડ વડોદરા

17. દિપુ અરવિંદભાઈ સોલંકી ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે.કોતલ તલાવડી વિનોદ વાટીકા સોસાયટી માંજલપુર વડોદરા

18. સુનિલ રાજેન્દ્રભાઈ પંડયા ઉ.વ.૩૨ધંધો-વેપાર રહે.ઉષાનગર ગોત્રી વડોદરા

19. સંજય ગણપતસિંહ બારડ ઉ.વ.૩૯ ધંધો-ખેતી રહે.વૃંદાવન ફલેટ છાણી જકાતનાકા વડોદરા

20. કૌશિક હરીશભાઈ નાયર ઉ.વ.૨૬ ધંધો-ડ્રાઈવીંગ રહે.આકાશ દિપ સોસાયટી હાઈટેન્સન રોડ સુભાનપુરા વડોદરા

21. દુષ્યંત પ્રદિપભાઈ સોલંકી ઉ.વ.૨૭ ધંધો-અભ્યાસ રહે.નવાપુરા ખંડેરા તળાવ પાસે વડોદરા

22. અજય ભગવાનદાસ બરેજા ઉ.વ.૨૪ ધંંધો-અભ્યાસ રહે.શંકરા એવન્યુ ફલેટ મહાવીર હોલ આજવા રોડ વડોદરા

23. અંશુ વાસુભાઈ શર્મા ઉ.વ.૨૬ ધંધો-અભ્યાસ રહે.સિધ્ધાર્થ સમનવ્ય છાણી રોડ વડોદરા

24. જૈમિન મયુરભાઈ દેસાઈ (પટેલ) ઉ.વ.૨૦ ધંધો-અભ્યાસ રહે.ક્યુલીક એપાર્ટમેન્ટ કારેલીબાગ વડોદરાનો સમાવેશ થાય છે બીએમડબલ્યુથી માંડીને પોલો સુધીની ગાડીઓ માલેતુજારો ફાર્મહાઉસમાં શરાબની પાર્ટી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસે દરોડો પાડતા ૨૪ ઈસમોને પકડી પાડયા છે તેમની પાસેથી કુલ ૮ કાર મળી છે જે પણ મોંઘી મોંઘી ગાડીઓ છે.

જેમાં બીએમડબલ્યુ ૧,ફોર્ચ્યુનર ૨,સ્વીફ્ટ ૨,પોલો ૧,યુકો ૧નો સમાવેશ થાય છે.આ તમામ કારની કિંમત રૃ.૯૭ લાખની થવા પામી છે.આ કારનો ઉપયોગ નબીરાઓને આવવા અને જવા માટે સાથે સાથે શરાબને લાવવા માટે પણ કરવામાં આવ્યો હોઈ તે શક્યતાના પગલે પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારી શું કહે છે પોલીસ અધિકારી પટેલે જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી અને રેડ પાડતા પહેલા પુરી ચોક્સાઈ રાખવામાં આવી હતી જેથી કોઈપણ આરોપી ભાગી જાય નહી ફાર્મ હાઉસો પર ચાલતી અસામાજીક પ્રવુતિઓ પર અંકુશ મુકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અનુસાર લાંબા સમયથી બાતમીદારોનું નેટવર્ક સક્રિય બનાવવામાં આવ્યું હતું.વધુમાં ૩૧ ડિસેમ્બર અને નવું વર્ષ અગાઉ આવા બનાવો બનતા અટકાવવા માટે તંત્ર પ્રતિબધ્ધ છે.પકડાયેલા તમામ તહોમતદારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાર્ટીના આયોજનમાં શું શું હતું પોલીસે પાડેલા દરોડામાં વિદેશી દારૃની બોટલોમાં વેટ ૬૯ ઉપરાંત બ્લેન્ડર્સ પ્રાઈડની બોટલો સાથે બિયરની બોટલો મળી આવી હતી સાથે સાથે ખાણીપીણીની વસ્તુઓ અને સોડાની બોટલો તથા કોલ્ડ્રીક્સની બોટલો તેમજ બ્રાન્ડેડ જ્યુસના ટેટ્રા પેક સાથે મીનરલ વોટરની બોટલો હતી.જે તમામ જથ્થો કુલ રૃ.૧.૭૧ લાખનો થાય છે.

ફાર્મહાઉસનો માલિક હેમાંગ અમીન લાપત્તા તેના ધંધાથી પણ પોલીસ અજાણ આંકલાવડી પાસે તૈયાર થઈ રહેલા સ્વીમીંગ પુલ સાથેના વૈભવી ફાર્મહાઉસના માલિક હેમાંગ અમીન પોતે વડોદરા છાણીનો છે અને શું વ્યવસાય કરે છે તેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી.પોલીસની રેડ દરમ્યાન તે પકડાયો નહી તપાસ અધિકારીએ પીએસઆઈ પટેલે સ્પષ્ટ કર્યુ છે.

ફાર્મહાઉસ તેની જ માલિકીનું છે અને તેમાંથી પકડાયેલા બધા જ નબીરાઓ તેના મિત્રવર્તુળમાં હોઈ શકે છે.હેમાંગ અમીન બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકડાયેલો છે કે પછી કોઈ ખ્યાતનામ મહાનુભાવનો પુત્ર છે તે હવે તપાસ દરમ્યાન બહાર આવશે

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 1064

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…