અક્કલ…..

  • વિદ્યા

    ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ?
    રાજુ - વિદ્યા માટે
    ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ?
    રાજુ - આજે વિદ્યા નથી આવી સર.

આણંદમાં નકલી ઘી અને ભેળસેળવાળા ખાદ્ય તેલનો ધમધમતો કારોબાર

201603Oct
આણંદમાં નકલી ઘી અને ભેળસેળવાળા ખાદ્ય તેલનો ધમધમતો કારોબાર

આણંદ શહેરમાં કેટલાક વેપારીઓ અસલી ઘીના નામે બનાવટી ઘી અને ભેળસેળવાળુ સીંગતેલ અને કપાસીયા તેલ બેરોકટોક વેચતા હોવાની ફરિયાદ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આવા ભેળસેળીયા વેપારીઓ સામે તંત્ર દ્વારા તાકીદે લાલ આંખ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. મોટાભાગે નકલી ઘી બનાવીને તેમાં અસલી ઘીનું એસેન્સ નાખવામાં આવતુ હોય છે.

કેટલીક કેમીકલ પ્રક્રિયા બાદ અસલી ઘી હોય તેમ ગ્રાહકોને બતાવવામાં આવે છે. આવુ ઘી આરોગ્ય માટે જોખમકારક હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતુ હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે.

આ અંગે જાગૃત નાગરિકોના વધુમાં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં મિલ્કસીટીના હુલામણા નામથી જાણીતા બનેલા આણંદમાં છેલ્લા કેટલાય સમયથી શુધ્ધ ઘીને બદલે નકલી ઘીનો વેપલો શરૃ કરી દેવામાં આવ્યો છે. કે

ટલાક વેપારીઓ ગ્રાહકોને કાઠીયાવાડનું અસલી ઘી હોવાનું જણાવીને નકલી ઘી પધરાવતા હોય છે. કણકીદાર લાગતુ આ ઘી અસલ છે કે નકલ તે ગ્રામ્ય પ્રજાને ખબર પડતી નથી.

નકલી ઘીમાં અસલી ઘીનું એસેન્સ નાખેલુ હોવાથી કોઈ ગ્રાહક સુંઘે તો તેની સુગંધ અસલી ઘી જેવી આવતી હોવાથી ખરીદી લેતા હોય છે. આવા ઘીનો ઉપયોગ રસોઈમાં તથા મિઠાઈમાં કરવામાં આવે તો ઘણીવાર સ્મેલ મારતી હોય છે. તો સાથે સાથે આરોગ્ય પણ જોખમાતુ હોય છે. વેચાણને આધારે રાતના જ આ ઘી બનાવવામાં આવતુ હોય છે.

એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નકલી ઘીમાં બાફેલા બટાકાનો છુંદો તથા બીજુ કેમીકલ્સ નાખીને ગરમ કરવામાં આવતુ હોય છે.

ત્યારબાદ નીલગીરીના પાન ઉપર ઢાંકી દેવામાં આવતા હોય છે. થોડાક કલાકો આ રીતની પ્રોસેસ કર્યા બાદ કણકીદાર નકલી ઘી તૈયાર થતાં તેમાં અસલી ઘીનું એસેન્સ નાખવામાં આવતુ હોય છે. કોઈ જાગૃત ગ્રાહક ઘી લીધા પછી બીલ માંગે તો દુકાનદાર કાચી ચબરખી બનાવી આપતા હોય છે. પરંતુ પાકુ બીલ આપતો નથી.

નગરમાં આવી તો ઘણી દુકાનોમાં તથા કેટલાક ઠેલાવાળા પણ આવુ નકલી ઘી વેચતા હોય છે. પોતાના મળતીયાઓ મારફતે ઘીનું વેચાણ થતુ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મળેલી ગુપ્ત બાતમીના આધારે શહેરના ગંજબજારમાં ઓચિંતો છાપો મારીને બનાવટી ઘીનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હતો.

જો કે આજે પણ શહેરમાં અસલીના નામે ડુપ્લીકેટ ઘી અને ભેળસેળવાળુ તેલ બેરોકટોક વેચાઈ રહ્યું હોવાનો આક્ષેપ કેટલાક જાગૃત ગ્રાહકો દ્વારા વ્યક્ત કરાયો છે.

શ્વેતનગરી આણંદમાં વકરેલા બનાવટી ઘી અને ભેળસેળવાળા સીંગતેલના કારોબારને અટકાવવા તંત્ર તાકીદે આળસ ખંખેરી ભેળસેળીયા વેપારીઓ સામે લાલ આંખ કરે તેવી જાગૃત નાગરિકોની માંગણી છે.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 611

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.