અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

આણંદમાં ખેડૂતોને આવકનો નવો વિકલ્પ, સોલાર પેનલથી ખેતીની સાથે ઊર્જાનું ‌‘વાવેતર’

201727Apr
આણંદમાં ખેડૂતોને આવકનો નવો વિકલ્પ, સોલાર પેનલથી ખેતીની સાથે ઊર્જાનું ‌‘વાવેતર’

હવે ખેતરોમાં લહેરાતા કૃષિ પાકની સાથે સાથે સોલાર પેનલ પણ જોવા મળે તો નવાઇ નહીં. ખેડૂતો ખેતરમાં સોલાર પેનલની સાથે વિવિધ પાકની ખેતી કરશે.

જેનાથી વીજળીની જરૂરિયાત પૂર્ણ થવા સાથે ખેતીમાં પિયતના પાણીની 50 ટકા બચત અને ખેડૂતો માટે આવકનો નવો વિકલ્પ ઉભો થશે. પાકની વૃધ્ધિ, વિકાસ અને ઉત્પાદન ક્ષમતા ઉપર અસર ચકાસાઇ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (જીઆઇપીસીએલ)ના સહયોગથી હાથ ધરાયેલ એગ્રો સોલાર પ્રોજેક્ટ દેશમાં નવી રાહ ચીંધશે.

આણંદ જિલ્લાના અામરોલ ગામે 1.5 હેક્ટર વિસ્તારમાં 1 મેગાવોટ સોલાર પીવી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઋતુ પ્રમાણે સોલાર પેનલ હેઠળ વિવિધ પાકની વૃધ્ધિ,વિકાસ અને ઉત્પાદન ક્ષમતા ઉપર અસર ચકાસાઇ રહી છે.

જેમાં સોલાર પેનલની હેઠળ લીધેલા પાક સાથે ખુલ્લી જમીનમાં લીધેલ પાકના ઉત્પાદનની સરખામણી કરાય છે. 5 ટકા હિસ્સામાં સોલાર પેનલ અને 95 ટકા હિસ્સામાં ખેતી આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એન.સી.પટેલે જણાવ્યું કે, સૌર કૃષિથી વીજળીની સમસ્યા હલ થઇ જવા સાથે પિયતના પાણીમાં 50 ટકાનો બચાવ થશે.

એગ્રો સોલાર પ્રોજેક્ટ હેઠળ સોલાર પેનલની બે હાર વચ્ચે 10 મીટરનું અને આજુબાજુની બે પેનલ વચ્ચે 25 મીમી, 150 મીમી અને 250 મીમીનું અંતર રખાયું છે. ખેતરમાં 5 ટકા હિસ્સામાં સોલાર પેનલ અને 95 ટકા હિસ્સામાં ખેતી કરવામાં આવી છે.

જેમાં સોલાર પેનલ વચ્ચે ઉગાડેલા પાકની સાથે ખુલ્લી જમીનમાં કરેલી ખેતીના પાકની વૃધ્ધિ, વિકાસ અને ઉત્પાદન ક્ષમતાની સરખામણી કરાય છે.

 

source: divyabhaskar

આણંદ/Anand,View : 226

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale