અક્કલ…..

  • નામ

    છોકરો - વોટ્સ યોર નેમ ?
    છોકરી - પોતાના બાપને ઘક્કો મારો..
    છોકરો - મતલબ ...
    છોકરી - પુષ.....પા..

આણંદમાં કિશોરીને માથામાં બુલેટ વાગતા ઈજાગ્રસ્ત,ચાલતી હતી ફાયરિંગની તાલીમ

201703Jan
આણંદમાં કિશોરીને માથામાં બુલેટ વાગતા ઈજાગ્રસ્ત,ચાલતી હતી ફાયરિંગની તાલીમ

આણંદ શહેરમાં પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા સુરક્ષા તાલીમ કાર્યક્રમ દરમ્યાન ગતરોજ સવારે નવ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કોલેજની વિદ્યાર્થીનીઓને ર.રની રાઈફલથી તાલીમ આપવામા આવી હતી ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ જાગનાથપુરામા રહેતી ૧પ વર્ષની બાળાને માથાના ભાગે ર.રની બુલેટ વાગતા ઈજાઓ પહોંચી હતી.

જેથી તેણીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં આજે આ બાળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે.આ ઘટનાને લઈને લોકોએ હોબાળો કરતાં રાયફલથી ફાયરીંગની તાલીમ અટકાવી દેવાઈ હતી.

ભોગ બનનાર યુવતી સારવાર હેઠળ યુવતી પાસેથી પસાર થયેલી બુલેટ ભોગ બનનાર યુવતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ શહેરમાં પોલીસ દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે મહિલા સુરક્ષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ગતરોજ સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિવિધ કોલેજની વિદ્યાર્થીનીઓને ર.ર રાયફલની ફાયરીંગની તાલીમ અને અનુભવ આપવામાં આવી રહ્યો હતો ત્યારે રાયફલમાંથી છુટેલી ર.રની બુલેટ પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ જાગનાથપુરામાં રહેતી નેહાબેન નગીનભાઈ ચાવડા ઉ.વ ૧પ પોતાના ઘરના પ્રથમ માળે આવેલા બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી હતી ત્યારે માથાની પાછળના ભાગે બુલેટ વાગતા તે ચીસ પાડીને નીચે પડી ગઈ હતી જેને લઈને પરિવારજનો દોડી આવ્યા હતા અને તેણીને ગોળી વાગી હોવાનું જણાતા બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ જોતાં બાળાને માથાના ભાગે ફુલી ગયું હતું.

જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને બોલાવીને નેહાને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ ઉગ્ર રજુઆત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ર.રની બુલેટ ક્ષમતા ૪૦ મીટરની રહેલી હોય છે અને ર.રની બુલેટથી ગંભીર ઈજા થતી નથી જયારે જે સ્થળે બુલેટ વાગી હોવાનં કહેવાય છે તે સ્થળ આશરે ૧૪૦ મીટર દુર આવેલું છે.જેથી ત્યાં સુધી બુલેટ જવાની કોઈ શક્યતા નથી.

જેથી સ્થાનિક લોકો પોલીસને પોતાની સાથે ઘટનાસ્થળે બોલાવી ગયા હતા અને જયાં તેઓેએ બુલેટનો તુટેલો ભાગ તેમજ દિવાલમાં ઘુસેલી બુલેટો બતાડતા પોલીસે તાલીમને અટકાવી દીધી હતી.

 

source: sandesh

આણંદ/Anand,View : 627

    Comments

    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Olakiya Amit14/04/2019Hii
    • Bhara11/04/2019Uuu
    • Kailesh. N05/04/2019મીન રાશિ name
    • અંકિત 03/04/2019💯 યયાતિ
    • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
    • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.