અક્કલ…..

  • બહેન

    પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
    પત્ની - કોનો ફોન છે ?
    પતિ - બહેનનો....
    પત્ની - તો આટલી ધીરે ધીરે વાત કેમ કરો છો ?
    પતિ - તારી છે એટલા માટે..

આણંદઃ વાસદ નજીક ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 24 નબિરા ઝડપાયા

201612Dec
આણંદઃ વાસદ નજીક ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 24 નબિરા ઝડપાયા

ગુજરાતના વિવિધ જગ્યાએથી દારૂ પીધેલી હાલતમાં આશરે 29 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં જૂનાગઢના દોલતપરામાં રવિવારે મોડી રાત્રે વોર્ડ નંબર-1ના કોર્પોરેટર સહિત ચાર શખ્સ દારૂ પી પોલીસ ચોકીએ આવ્યા હતા જ્યારે આણંદના વાંસદ નજીક ફાર્મ હાઉસમાંથી પોલીસે દારૂની મહેફિલ માણતા 24 નબિરાઓને પકડી પાડ્યા છે.

anand-liqour-party મળતી માહિતી પ્રમાણે આણંદ પાસે વાંસદ નજીક આંકલવાડી ગામે આવેલા ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં દારૂની મહેફિલ માણતા 24 નબિરાઓ પકડાયા હતા.

પોલીસે બધાને પોલીસ સ્ટેશનને લઇ જઈને ગુનો નોંધી તપાસ હાથધરી છે. બીજી તરફ જૂનાગઢમાં રવિવારે રાત્રીનાં દોલતપરામાં વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર અશ્વિન ઉર્ફે અશોક માવજી ચાવડા, ભરત છગન મકવાણા, અશોક ઉકા સાગઠિયા, દિપક લાલજી સાગર , હરેશ ધનજી રાઠોડ સહિતનાં દારૂ પીને બબાલ કરી હતી.

બાદ હરેશ કાનજી રાઠોડ દોલતપરા ચોકીમાં ફરીયાદ નોંધાવવા ગયા હતા.ત્યારે કોર્પોરેટર અશ્વિન ઉર્ફે અશોક ચાવડા અને ત્રણ શખ્સ પાછળ- પાછળ આવ્યા હતા. પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા લાગ્યા હતા.

ત્યારે પોલીસે દારૂ પીધેલા હોવાનું જણાયું હતુ. જેના પગલે પોલીસ સ્ટાફે કોર્પોરેટર સહિત ચારે શખ્સને પકડી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,જુનાગઢ/Junagadh,View : 703

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Success is not counted by how high you have climbed but by how many people you brought with you.Wil Rose