અક્કલ…..

 • ગામડિયો નોકર

  એકવાર એક શેઠે એક ગામડિયાને નોકર તરીકે ઘરમાં રાખી લીધો
  અને તેને થોડા મેનર્સ શીખવાડતાં કહ્યુ કે તુ કોઈની પણ સાથે વાત કરે તો તેમના નામ આગળ જી લગાવીને વાત કરજે.
  એક દિવસ શેઠ ઘરમાં બેસ્યા હતા.
  તેટલામાં નોકર દોડતો-દોડતો આવીને બોલ્યો - શેઠજી, કૂતરાજીએ મરઘીજીને પકડી લીધી છે.....

આણંદઃ દર્શન કરીને પરત આવતા પટેલ પરિવારની કારને અકસ્માત 6ના મોત

201828May
આણંદઃ દર્શન કરીને પરત આવતા પટેલ પરિવારની કારને અકસ્માત 6ના મોત

આણંદઃ ભરૂચના ઝાડેશ્વરના પટેલ પરિવાર સંબંધી સાથે ગણપતપુરા દર્શને ગયા હતાં.દર્શન કરીને કાર લઇને પરત ફરતી વખતે અમદાવાદ વડોદરા ને.હા 8 પર અડાસ પેટ્રોલપંપ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.વહેરાખાડીથી રેતી ભરીને આવેલા ડમ્પર ચાલકે 6 કિ.મીનું અંતર બચાવવા માટે રોગસાઇડે આવીને કારને અડફેટમાં લીધી હતી.જેમાં કારમાં સવાર તમામ ૬ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. જેમાં બે પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે.આ બનાવના પગલે ઘેરા શોકનું મોજુ ફરીવળ્યું હતું.

ભરૂચ ખાતે રહેતા નટવરભાઇ ધનજીભાઇ પટેલ અને ઝાડેશ્વર ખાતે રહેતા વિધીબેન પટેલનો પરિવાર સંબંધીઓ સાથે નવી કાર લઇને ગણપતપુરા ગણેશજીના દર્શને વહેલી સવારે નીકળ્યા હતાં. દર્શન કરીને બપોરે ગણપતપુરાથી ઘરે પાછા જવા નીકળ્યા હતાં.કાર બપોરે અઢી વાગ્યાના અરસામાં અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે આઠ પર આવેલ અડાસ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે વહેરાખાડીથી રેતી ભરેલ ડમ્પર ચાલક રામપુરા થઇને અડાસ હાઇવે પર રોગ સાઇડે પસાર થઇ રહ્યો હતો.ત્યારે ઝાડેશ્વરના પરિવારની કારને અડફેટમાં લેતાં કારનો ખુરદો બોલાઇ ગયો હતો.જેથી કારમાં બેઠેલ બે પુરુષ ત્રણ મહિલા સહિત એક બાળકને ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે મોતને ભેટ્યા હતાં. આ બનાવના પગલે વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

એરબેગ પણ કામમાં ન લાગતા ગંભીર પરિણામ

અમદાવાદ વડોદરા ને.હા 8 પર આવેલ અડાસ પાસે ડમ્પર કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6ના મોત નીપજ્યા હતાં. ત્યારે નવી નક્કોર કારની એર બેગ ખુલી ગઇ હતી.તેમ છતાં ડમ્પરની ભારે ટક્કરને કારણે કારનો ખુરદો બોલાઇ જતા એર બેગ પણ કામઆવી ન હતી. આખરે એરબેગના ફુરચેકુરચા નીકળી હતાં.બીજી તરફ કારની હાલત પણ સેન્ડવીચ જેવી થઇ ગઇ હતી.

અક્સમાત/Accident,View : 176

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • If you can dream it, you can achieve itZig Ziglar