અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

આજે ભાદરવા સુદ ચોથ-ગણેશ ચતુર્થી, જૈન સંવત્સરી

201605Sep
આજે ભાદરવા સુદ ચોથ-ગણેશ ચતુર્થી, જૈન સંવત્સરી

તા. 5 સપ્ટેમ્બર ઓગસ્ટ 2016, સોમવાર આજનું ભવિષ્ય

મેષ : ધર્મકાર્ય-શુભકાર્ય, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. નોકરી ધંધામાં વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય.

વૃષભ : નોકરી ધંધામાં હરીફ વર્ગ-નોકર-ચાકર વર્ગની તકલીફના લીધે ધાર્યું કાર્ય કરવામાં મુશ્કેલી પડે. આડોશ-પાડોશમાં વાદ-વિવાદથી સંભાળવું.

મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરબજારના કામમાં સરળતા રહે. ધંધામાં પુત્ર-પૌત્રાદીકના સાથ-સહકારથી કાર્ય ઝડપથી ઉકેલાય.

કર્ક : હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટ-ઉદ્વેગના લીધે કામકાજમાં મન લાગે નહીં. ધ્યાન ન હોવાના લીધે ભૂલો થાય, કામ વધે.

સિંહ : ઉપરી વર્ગ સહકાર્યકરવર્ગના સાથ-સહકારથી આપના કાર્યને સરળતાથી પાર પાડી શકો. કોર્ટ-કચેરીની કાર્યવાહીમાં સાનુકુળતા રહે.

કન્યા : આપને કૌટુંબિક-પારિવારીક-સામાજિક-વ્યવહારિક કાર્ય અંગે દોડધામ-ખર્ચ અનુભવાય. નોકરી ધંધામાં સાનુકુળતા રહે.

તુલા : આપની મનોવિચારણા પ્રમાણેનું કાર્ય કરવામાં સાનુકુળતા પ્રગતિ જણાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા-પ્રવાસમાં અગત્યના કાગળો-ફાઈલો કે પાકીટ ખોવાઈ કે ચોરાઈ ના જાય તેની તકેદારી રાખવી.

ધન : સાનુકુળતા-સરળતાના લીધે આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. પુત્ર-પૌત્રાદીકના કામમાં પ્રગતિ જણાય. આનંદ અનુભવો.

મકર : નોકરી ધંધાની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ કરવી પડે. અગત્યના કાર્ય અંગેની મુલાકાત ગોઠવાય.

કુંભ : મૌસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંગે દોડધામ શ્રમ અનુભવાય. પરંતુ તબિયતની કાળજી રાખીને આપે કાર્ય કરવું. વાહન ધીરે ચલાવવું.

મીન : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. વાણીની સંયમતા રાખીને નોકરી ધંધામાં શાંતિથી દિવસ પસાર કરી લેવો.

source: gujaratsamachar

આધ્યાત્મિક/Spiritual,View : 487

  Comments

  • Sanjay bhaji Rasik bhai Ratoja26/04/2018મારી છોકરી નો જન્મ 23/4/2018 સમય 11:10PM છે તો નામ જણાવો
  • 24/04/2018
  • modasiya Gunvantray H 24/04/2018મારા બાબાનો જન્મ તારીખ 20-4-18 શુક્રવાર ના ટાઇમ 2:05 pm ના થયો છે રાશી તથા નામ જણાવશો
  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.