અમદાવાદ દેશભરમાં આવેલી 23 જેટલી IIT સહિતની વિવિધ પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થાઓની 10 હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે સમગ્ર રાજ્યમાં લેવાયેલી જેઇઇ (એડવાન્સ) 2017નું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતમાં પ્રથમ 100માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સુરતનો યતીશ અગ્રવાલ (12 રેન્ક),અમદાવાદના મણિનગરની પીવીડી જોશી સ્કૂલનો વેદાંત રાવલ 82માં રેન્ક પર આવ્યો છે.
જ્યારે બરોડાના જય પરાંજપેએ પરીક્ષા આપી 79મો રેન્ક મેળવ્યો હતો. આ સિવાય અન્ય ત્રણ વિદ્યાર્થી મૂળ ગુજરાતના છે પરંતુ પરીક્ષા રાજસ્થાનના કોટામાંથી આપી હતી. ત્રણ વિદ્યાર્થીઓમાં પિયુષ તિબરેવાલ (37 રેન્ક) અને સાત્વીક મસ્કરિયા (42 રેન્ક) પર આવ્યો હતો. જ્યારે નંબર વન પર આવેલા ચંડીગઢના વિદ્યાર્થીએ 339 રેન્ક પ્રાપ્ત કર્યા હતાં.
જેઇઇ એડવાન્સની પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી કુલ 1.59 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાં 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા ક્લિયર કરી છે. જેમાં ગુજરાતના એક હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
source: divyabhaskar