અક્કલ…..

  • બિચારો સંતા

    લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
    બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
    સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
    કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

આંખના પલકારામાં સ્કૂટરની ડીકી તોડી રોકડા ૧૦ લાખની ચોરી

201717Jun
આંખના પલકારામાં સ્કૂટરની ડીકી તોડી રોકડા ૧૦ લાખની ચોરી

લહેરીપુરા રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીના મોપેડની ડેકી તોડીને બાઇક સવાર બે આરોપીઓ રોકડા ૧૦ લાખ રૃપિયા ભરેલો થેલો લઇને ફરાર થઇ ગયા હતા.

જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે મૂળ મહેસાણા જિલ્લાના જત્રાલ ગામના રમેશ નરોત્તમદાસ પટેલ (ઉ.વ.૬૦) હાલમાં ન્યૂ સમારોડ સૂર્યકિરણ સોસાયટીમાં છેલ્લા ત્રીસ વર્ષથી રહે છે અને છેલ્લા ૨૨ વર્ષથી પટેલ રમેશકુમાર અંબાલાલ એન્ડ કંપની (આંગડિયા પેઢી)માં ડીલીવરમેન તરીકે નોકરી કરે છે.

ગઇકાલે સાંજે પોણા છ વાગ્યે રમેશભાઇ સરદાર ભવનના ખાંચાની ઓફિસેથી એકસીસ સ્કૂટર લઇને મકરપુરા વડસરરોડ પર આવેલી બીજી ઓફિસ ગયા હતા.

ત્યાંથી રોકડા ૧૦ લાખ રૃપિયા લઇને સ્કુટરની ડેકીમાં મૂકીને સુલતાનપુરા મોઢ પોળમાં આવેલી ઇસ્વર સોમા આંગડીયા પેઢીમાં આવવા નિકળેલા લહેરીપુરા ન્યુ રોડ પર દલાલ એજન્સીની દુકાન પાસે આવતાં સ્કુટર બંધ પડી ગયેલુ.

જેથી રમેશભાઇ સ્કુટર પાર્ક કરીને દલાલ એજન્સીની દુકાનમાં વી.પી.નો ચેક લેવા ગયા હતા. પરંતુ શેઠ અંદર નહી હોવાનું દરવાજે ઉભેલા વ્યક્તિએ જણાવતાં તેઓ તુરંત પોતાના સ્કુટર પાસે આવ્યો. ત્યાં ઉભેલા એક વડિલે રમેશભાઇને જણાવ્યું હતું કે કાળા રંગની બાઇક પર આવેલા બે વ્યક્તિઓ તમારી ડેકી ખોલી અંદરથી થેલો લઇને જતા રહ્યા છે. જેમાં નંબર જીજે ૦૧ હતો.

આગળનો નંબર વંચાયો ન હતો. જેથી રમેશભાઇએ ડેકી ખોલીને જોયું તો ડેકીમાંથી મુકેલા રોકડા ૧૦ લાખ રૃપિયા ભરેલો થેલો ગૂમ હતો. જે અંગે રમેશભાઇએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

source: gujaratsamachar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 205

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.Ralph Waldo Emerson