અક્કલ…..

 • નવો બોલ!

  પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

  જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

  ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

  પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

અષાઢ અનરાધા: સરદાર સરોવર ડેમ પર એલર્ટ, 39 ડેમ પર હાઈએલર્ટ જાહેર

201724Jul
અષાઢ અનરાધા: સરદાર સરોવર ડેમ પર એલર્ટ, 39 ડેમ પર હાઈએલર્ટ જાહેર

સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે 7000થી વધુ નાગરીકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ૧૪૬થી વધુ નાગરીકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે.

સુરતના મહુવા- ઉમરપાડા તેમજ ગીર-સોમનાથના વેરાવળમાં એમ ત્રણ સ્થળે ત્રણ નાગરીકોના તણાઈ જવાથી મોત થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં વરસાદને કારણે મૃત્યુઆંક ૬૪ને પહોંચ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાહત નિયામક એ.જે.શાહએ રવિવારે બપોરે સમિક્ષા બેઠક યોજ્યા બાદ જણાવ્યુ કે, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, રાજકોટ અને કચ્છ તેમજ મહેસાણા, પાલણપુર, વલસાડ અને સુરતમાં એનડીઆરએફની એક-એક ટીમ બચાવની કામગીરી કરી રહી છે. સરકારની રજૂઆતને પગલે વધુ ટીમો સાંજ સુધીમાં આવી પહોંચશે.

કેન્દ્ર સરકારે વધુ સાત બોટ પણ ફાળવી છે અને વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે. માર્ગ મકાન વિભાગના સચિવ સંદિપ વસાવાએ આપેલા રિપોર્ટ મુજબ મોરબી, હળવદ, રાજકોટ, અમદાવાદ અને કચ્છને જોડતા નેશનલ હાઈવે પરનો ટ્રાફિક બપોરે ૧૧ વાગ્યા સુધીમાં પુર્વવર્ત કરી દેવામાં આવ્યો હતો.

આમ છતાંય, રાજ્યમાં ૧૯ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૨૧ માર્ગો ઉપર પાણી ભરતા બંધ કરાયા છે. યુધ્ધના ધોરણે પુર્વવર્ત કરવામાં આવી રહ્યા છે. નર્મદા અને જળસંપત્તિ વિભાગે જાહેર કરેલા રિપોર્ટ મુજબ નર્મદા નદી ઉપરના સરદાર સરોવર બંધમાં ૧૧૭.૬૫ મીટરની સપાટીએ પાણી ભરાયુ છે. આ ડેમને એલર્ટનું સિગ્નલ અપાયુ છે.

આ ઉપરાંત ૧૭ મોટી યોજનાઓ પૈકી મચ્છુ-૧ અને ૨ હાઈએલર્ટ અને જામનગરની ઊંડ-૧ સિંચાઈ યોજનાને એલર્ટનું સિગ્નલ મુકાવમાં આવ્યુ છે. રાજ્યમાં કુલ ૨૦૩ જળાશયો પૈકી ૩૯થી વધુ ડેમ હાઈએલર્ટ ઉપર છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ૨૪.૨૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૦.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૫.૨૧ ટકા, કચ્છમાં ૩૯.૩૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૩૯.૩૫ ટકા એમ કુલમળી રાજ્યમાં ૩૬.૮૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

વીંછિયામાં એરફોર્સે બે પ્રસૂતાને બચાવી રાજકોટના વીંછિયામાં ભારે વરસાદ વચ્ચે એરફોર્સે બે પ્રસૂતાને બચાવી લીધી હતી. નાના માત્રા ગામ મહિલાને બાળકીનો જન્મ થયો હતો પરંતુ, બ્લેસન્ટની તકલીફ માતા માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતી.

આથી સીએમ રૃપાણીના ધ્યાન ઉપર બાબત આવતાં તેમણે તાકીદે માતાને એરલિફ્ટ કરાવવાની સૂચના આપી હતી. ગણતરીની મીનિટોમાં ચેતક હેલિકોપ્ટ ઉતર્યું હતું અને ખાનગી કારમાં માતા અને બાળકીને લઈ લેન્ડિંગ સ્થળે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં બંનેને હેલિકોપ્ટર દ્વારા જસદણ હેલિપેડ સુધી લઈ જવામાં આવ્યા હતા જ્યાં પહેલેથી જ સારવાર માટે એમ્બ્યુલન્સ તૈનાત હતી જેમાં સારવાર અપાઈ હતી.

આ જ ગામમાં બીજી એક મહિલા વૈશાલીબેન દેરવાડિયાને પ્રસૂતિની પીડા શરૃ થતાં તેમણે પણ એરલિફ્ટ કરવા માટે એરફોર્સના જવાનો પહોંચી ગયા હતા અને કાંઠે રાહ જોઈ રહેલી મહિલાને એરલિફ્ટ કરી એમ્બ્યુલન્સ પાસે ઉતારી લીધી હતી ત્યાંથી મહિલાને સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

 

source: sandesh

સુરેન્દ્રનગર/Surendranagar,મોરબી/Morbi,અહમદાબાદ/Ahmedabad,બનાસકાંઠા/Banaskantha,મહેસાણા/Mehsana,પાટણ/Patan,વલસાડ/Valsad,સુરત/Surat,રાજકોટ/Rajkot,જામનગર/Jamnagar,View : 385

  Comments

  • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
  • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
  • Vgd19/06/2018Eh
  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે