અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

અલંગ આવતા શિપ ‘ઓશન’ને મહુવાની સામે ચાંચીયાએ 3 કલાક લૂંટ્યું

201711May
અલંગ આવતા શિપ ‘ઓશન’ને મહુવાની સામે ચાંચીયાએ 3 કલાક લૂંટ્યું
ભાવનગર: અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોને મહુવાથી અલંગ વચ્ચેના દરિયામાં આંતરી અને દરિયાઇ ચાંચીયાઓ દ્વારા લૂંટ મચાવાતી હોવાની ઘટનાઓ અપ્રકાશિત રહે છે, તેવા અરસામાં મહુવાની સામેના દરિયામાં અલંગમાં આવતા જહાજને 6 હોડીઓમાં આવેલા દરિયાઇ ચાંચીયાઓએ 3 કલાક સુધી લૂટ્યું હતું. 

મરિન પોલીસ દ્વારા સરતાનપર અને મહુવાના દરિયાકાંઠે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જો કે તેમાં કાંઇ મળી આવ્યુ ન હતું. અલંગમાં ભંગાવા માટે આવી રહેલું ડેડ વેસલ એમ.વી. “ઓશન’ મહુવાની સામેથી પસાર થઇ રહ્યું હતું તેવા અરસામાં 6 હોડીઓ દ્વારા આવી ચડેલા દરિયાઇ ચાંચીયાઓ દ્વારા જહાજને લૂંટવામાં આવ્યું હતું.
 

અગાઉ બે જહાજોને ગોપનાથથી અલંગ સુધીમાં ચાંચીયાઓ દ્વારા લૂંટી લેવાયાના હેવાલ સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થયા બાદ હરકતમાં આવેલી પોલીસ દ્વારા મુઠ્ઠીભર તત્વોને પકડવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર પ્રવૃત્તિને નાથવામાં અસમર્થ રહ્યા હતા, અને હજુ પણ જહાજો લૂંટાઇ રહ્યા છે.
 

અલંગ મરિન પોલીસને માહિતી મળી હતી કે, મહુવાના દરિયામાં કોઇ અજાણી બોટમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ થઇ રહી છે, જો કે પોલીસ દ્વારા ત્વરીત ચેકિંગ પણ કરવામાં આવ્યું, અને કાંઇ મળી આવ્યુ નહીં. પરંતુ મધદરિયે જો કોઇ આવી પ્રવૃત્તિ થઇ રહી હોય તો ચેકિંગ કરવા માટે મરિન પોલીસ લાચાર બની જાય છે. મધદરિયે જવા માટેની બોટ હાલના દરિયાઇ કરન્ટમાં અસલામત છે, અને કાંઠે ચેકિંગ કરવાથી પોલીસને કાંઇ મળી શકે નહીં

 

Source : divya bhasker 

ભાવનગર/Bhavnagar,View : 327

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.