અર્ધા શહેરમાં પાણીની કાયમી તંગી દૂષિત પાણીથી રોગચાળો વકર્યો

201728Mar
અર્ધા શહેરમાં પાણીની કાયમી તંગી દૂષિત પાણીથી રોગચાળો વકર્યો

ભાવનગર શહેરનાં હાર્દસમા-મેઘાણી સર્કલ ઘોઘાસર્કલ, રાધિકા ફલેટ, તેલઘાણી કેન્દ્ર વિસ્તાર, હરીયાળા પ્લોટ, રબ્બર ફેક્ટરી, અંબીકા ફલેટ, શ્રીનાથજી, ગાંધીસ્મૃતિ વિસ્તારમાં છેલ્લાં ઘણા વર્ષોથી પાણીની તીવ્ર તંગી તેમજ પાણીનું લો-પ્રેશર આવે છે અને પાણી પુરતા પ્રમાણમાં અપાતું નથી તેવી લોક ફરીયાદો જાગી છે. આ વિસ્તારમાં આજુબાજુનાં બંગલાવાળાઓ સવારે મોટર મુકી દે છે.

એટલે આવા ગરીબ મધ્યમ વર્ગને પુરતું પાણી મળતું નથી. તમામ લોકો પાણી વેરો, ઘર વેરો, રોડ ટેક્ષ વિગેરે ભરે છે. વેરો ભરવા છતાં તેનું પુરતું જરાય વળતર મળતું નથી.

અને આ વિસ્તારનાં લોકોએ અગાઉ સ્ટે.કમિટી ચેરમેન, મેયર, ડે.મેયર, કોર્પોરેટર નહીં પણ મ્યુનિ. કમિશ્નર સુધી રૃબરૃ-લેખીત રજૂઆતો કરી છે. છતાં કોઈ, ધ્યાન આપતું નથી. અને એકબીજા અધિકારી તથા પદાધિકારીઓ એક બીજાને ખો આપે છે.

આ બાબત વારંવાર રજુઆતો કર્યાં છતાં માત્ર બાંકડા નાખી સંતોષ માને છે. ટી.વી. રીલે કેન્દ્ર વિસ્તારમાં ગંદા પાણીથી ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હતો.

વળી જોવાની ખુબી એ છે કે, ખુદ સ્ટે.કમીટી જ્યાં ચૂંટાયેલ છે તે તખ્તેશ્વર વોર્ડનાં પોતાનાં વિસ્તારમાં જ પાણીની ભયંકર તંગી અનુભવાય છે. લોકો પાણીની તીવ્ર તંગીથી ત્રાહીમામ પોકારી ગયાં છે. હજી બેઠતા ઉનાળા પણ ઓછા પ્રેશરથી માત્ર ૧૫ મીનીટ પાણી અપાય છે.

એમાં શનિવારે પાણીનો કાપ હોય છે. રવિવારે રજા, સોમવારે ઓછા પ્રેશરથી બે હેલ તો માંડ ભરાય તેટલું પાણી આવે છે. ખુદ મ્યુની. કમિશ્નર રાઉન્ડ લઈને જાતે નિરીક્ષણ કરે તો ઘણું કૌભાંડ બહાર આવે તેમ છે.

આજુબાજુનાં મોટર મુકે તેને સ્કોર્ડ બનાવી ઓચિંતાનો છાપો મારી ચેકીંગ કરો તેવી માંગણી છે. આ બાબતે મ્યુનિ. તંત્ર વામણું પુરવાર થયું છે. કોઈ ફેર નથી!! આ બાબતે આ વિસ્તારનાં લોકો કંટાળી ગયેલ છે. અને થોડું વધારે પ્રેશર આપી ૧ કલાક સુધી પુરતાં પ્રમાણમાં ફોર્સથી પાણી આપે એવું લોકો ઈચ્છી રહ્યાં છે.

શનિવાર અઠવાડીક કાપ માત્ર ભાવનગર શહેરમાં જ છે બીજા કોઈ શહેરમાં ક્યાંય અઠવાડીક પાણીકાપ નથી!! અને પુરતા પ્રમાણમાં પાણી હોય તોન અઠવાડીક કાપ શા માટે અપાય છે? દિવાળી નૂતન વર્ષે પણ અઠવાડીક કાપ ઉઠાવેલ નથી!! તો પાણીની આ ભયંકર તીવ્ર તંગીની રામાયણ ક્યારે ઉકેલી મ્યુનિ. તંત્ર જાગશે ખરૃ? નહીંતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

 

source: gujaratsamachar

ભાવનગર/Bhavnagar,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 752

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…