અક્કલ…..

 • અપમાનની હદ !!

  ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
  એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

અમેરિકન પરીણિત દંપતિ જોડિયા ભાઈ બહેન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

201717Apr
અમેરિકન પરીણિત દંપતિ જોડિયા ભાઈ બહેન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમેરિકાના મિસિસીપીના એક પરણિત યુગલને ડીએનએ ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે તેઓ સગા જોડિયા ભાઈ-બહેન છે. આ યુગલ સંતાન પ્રાપ્તિ માટે આઈવીએફ ક્લિનિકમાં ગયું ત્યારે ડીએનએ ટેસ્ટ કરાયો હતો. ડીએનએ ટેસ્ટ પછી બંનેને આ આંચકાજનક તથ્ય જાણવા મળ્યો હતો.

આઈવીએફ ક્લિનિકના ડૉક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે સામાન્ય રીતે આઈવીએફ કરાવનારા યુગલના સંબંધો તપાસવામાં આવતા નથી પરંતુ આ કિસ્સામાં બંનેના ડીએનએની પ્રોફાઈલ સમાન જણાતાં આ આંચકાજનક તથ્ય સામે આવ્યું હતુું.

પહેલા તો એમ લાગ્યું કે બંને પિતરાઈ ભાઈ-બહેન હોવા જોઈએ પરંતુ વધુ તપાસ કરતાં બંને જોડિયા ભાઈ-બહેન હોવાનું જણાવ્યું હતું. આ યુગલને આ બાબતની જાણ હતી કે કેમ તે ડૉક્ટરને ખબર નહોતી.

ડૉક્ટરે આ વાતની જાણ કરી ત્યારે બંને ખડખડાટ હસી પડયા હતા. પતિએ જણાવ્યું હતું કે ઘણા લોકોની જન્મતારીખ એક જ હોઈ શકે છે અને ઘણા લોકો સરખા દેખાવતા પણ હોઈ શકે છે પરંતુ આ એક રમૂજી પ્રસંગ છે.

એમ જણાવી બંનેએ આ વાતને રમૂજથી લીધી હતી. ડૉક્ટરે યુગલ સાથે વધુ વાત કરી જાણવા માંગ્યું આવું કઈ રીતે બને. બન્યું હતું એવું કે બંનેના માતાપિતા ગુજરી ગયા પછી બંનેને દત્તક લેવાયા હતા.

તેઓ શિશુ અવસ્થામાં ત્યારે જ તેમના માતાપિતા કાર ક્રેશમાં ગુજરી ગયા હતા અને બંનેને અલગ અલગ પરિવારે દત્તક લઈ ઉછેર્યા હતા. બંનેને કોઈ જાણ કરી નહોતી કે તેઓ જોડિયા ભાઈ-બહેન છે.

 

source: sandesh

અંતરરાષ્ટ્રીય/International,View : 437

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.