અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

અમેઝોનમાંથી ઑર્ડર કરતાં પહેલાં ચેતજો, ચોંકાવનારી ઘટના આવી સામે

201712Aug
અમેઝોનમાંથી ઑર્ડર કરતાં પહેલાં ચેતજો, ચોંકાવનારી ઘટના આવી સામે

મુંબઇ એક વ્યક્તિએ ઇ-કૉમર્સ સાઇટ અમેઝોન પરથી 50 ઇંચનું ટીવી ઑર્ડર કર્યું, પરંતુ ડિલિવરી થયા બાદ તેને પેકેજ ખોલ્યું તો તેમાંથી એક જૂનું તૂટેલું 13 ઇંચનું મૉનિટર નીકળ્યું. આઇટી ફર્મના આસિસ્ટન્ટ મેનેજરના પદ પર કામ કરનાર 33 વર્ષના મોહમ્મદ સરવર છેલ્લાં બે મહિનાથી પોતાના રિફંડ માટે અમેઝોન સામે લડાઇ લડી રહ્યાં છે.

કંપનીના વર્તનથી નારાજ સરવર એ હવે કન્ઝયુમર ફોરમમાં જવાનો નિર્ણય લીધો છે. તેમણે ફોરમની વેબસાઇટ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી છે. સરવર એ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં તેમણે અમેઝોનની સાઇટ પર મિતાશી કંપનીના એલઇડી ટીવીની ઑફર જોઇ હતી. તેમને તરત જ તેને ઑર્ડર કર્યું હતું અને ક્રેડિટ કાર્ડ દ્વારા 33,000 રૂપિયાનું પેમેન્ટ પણ કરી દીધું. તેમણે નક્કી સમયની અંદર જ 19મી મેના રોડ ટીવી મળી ગયું.

તેમણે કહ્યું કે ડિલિવરી બોયે તેને ખોલવાની જગ્યાએ ટેક્નિશનની રાહ જોવાનું કહ્યું. સરવર એ કહ્યું કે તેમણે મને કહ્યું કે જો તમે આ બોક્સને ખોલશો તો ટીવી ખરાબ થઇ શકે છે.

આથી મેં તેને ખોલ્યું નહીં, પરંતુ બાદમાં મને પોતાની ભૂલ સમજાય ગઇ. સરવર એ બાદમાં ટીવીનું બોક્સ ખોલ્યું તો જોઇને દંગ રહી ગયો. બોક્સમાં નવા ટીવીની જગ્યાએ એક જૂનું 13 ઇચનું જૂનું એસર મોનિટર હતું. તેમણે કહ્યું કે આ ચાલુ સ્થિતિમાં પણ નહોતું. ત્યારબાદથી હું અમેઝોનમાં મારી ફરિયાદ લઇને ભટકી રહ્યો છું. પરંતુ અત્યાર સુધી કોઇ સમાધાન આવ્યું નથી.

કંપનીની તરફથી મને કહેવામાં આવ્યું છે કે તમે તમારું ટીવી પાછું મોકલી દો ત્યારબાદ જ રિફંડ મળશે. તેણે પોતાના ખિસ્સામાંથી 3000 રૂપિયા કાઢીને ટીવી પાછું મોકલી દીધું, પરંતુ ત્યારબાદ પણ તેમને રિફંડ મળ્યું નથી. અમેઝોનના એક પ્રવક્તાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે સરવરની ફરિયાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

અમે ગ્રાહકના સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં જ તેમની સમસ્યાનું સમાધાન આવી જશે. જો કે 2 મહિના સુધી રિફંડની રાહ જોતા સરવરની ધીરજે જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે રમઝાન પર ટીવી આવવાની ખુશી ગમમાં બદલાય ગઇ.

તેમણે કહ્યું કે હું સમજી શકું છું કે ઇ-કૉમર્સ સાઇટ હોવાના લીધે તેની પણ પોતાની મર્યાદાઓ છે, પરંતુ તેઓ ખોટી પ્રોડક્ટ ડિલિવર કર્યા બાદ મને આટલા દિવસ સુધી લટકાવીને રાખી શકે નહીં.

 

source: sandesh

મુંબઈ/Mumbai,ધંધો, વ્યવસાય/Business,View : 388

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.