અક્કલ…..

 • જાગો છોકરા જાગો …

  ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

  પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

   

   

   

અમિતાભ અને જયા બચ્ચન રૃપેરી પડદે ફરી સાથે દેખાશે

201717May
અમિતાભ અને જયા બચ્ચન રૃપેરી પડદે ફરી સાથે દેખાશે

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડીને રૃપેરી પડદે હંમેશા પસંદ કરવામાં આવી છે. જોકે લાંબા સમયથી તેઓ સાથે ફિલ્મમાં દેખાયા નથી, પરંતુ હવે દેખાય તેવી શક્યતા છે.

જાણવા મળેલ પ્રમાણે સૂજિત સરકારની આગામી ફિલ્મમાં આ યુગલ રૃપેરી પડદે સાથે જોવા મળશે. કહેવાય છે કે, 'પિંક' ફિલ્મ પછી સૂજિત પોતાની એક નવી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે.

તેણે આ યુગલ માટે ખાસ નવી વાર્તા વિચારી રાખી છે. આ ફિલ્મની વાત લગ્નજીવનના ૪૦ વરસ સાથેપસાર કર્યાના એક વયોવૃદ્ધ કપલની છે, અને આ ફિલ્મમાં તે અમિતાભ અને જયાને મુખ્ય રોલ માટે સંપર્ક કરી ચુક્યા છે.

ફિલ્મનું શિર્ષક જોકે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. જોકે સુજિત તરફથી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવી નથી. અમિતાભ-જયાના લગ્નને ૪૪ વરસના વહાણા વીતી ચુક્યા છે.

અમિતાભ અને જયા ભૂતકાળમાં જંઝીર, અભિમાન, મીલિ, સિલસિલા અને કભી ખુશી કભી ખુશી સહિત ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 454

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે.