અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

અમરેલીના પટેલ યુવકનું હાર્ટ યુક્રેનની યુવતીમાં ધબકશે : છ લોકોને નવજીવન

201711Apr
અમરેલીના પટેલ યુવકનું હાર્ટ યુક્રેનની યુવતીમાં ધબકશે : છ લોકોને નવજીવન

અમદાવાદ ખાતે ગાય સાથે અકસ્માત નડયાં બાદ બેભાન થયેલા ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરજ બજાવતા અમરેલી વતની યુવાનના અંગદાનથી યુક્રેનની યુવતી સહિત છ જણાને નવજીવન મળ્યું છે.

સુરતમાંથી આ દસમું હાર્ટ ૨૬૯ કિલો મીટરનું અંતર કાપી ૮૭ મિનિટમાં યુક્રેનની યુવતીમાં મુંબઈની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

કામરેજમાં રહેતા પરિવારની સંમત્તિ બાદ યુક્રેનની યુવતીમાં આ યુવાનું હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરાયા હતા.

મુળ અમરેલી, ખાંભાના સાળવાગામનો વતની રવિ ઠાકરશીભાઈ દેવાણી (ઉં.વ.૨૨) પરિવાર સાથે કામરેજની શ્યામનગર સોસાયટીમાં રહેતો હતો.

અમદાવાદ ખાતે જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરજ બજાવતો રવિ પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો.

દરમિયાન ગત તા.૬ઠીએ બપોરે બાઈક પર જમવા નીકળેલા રવિને ધરણીધર, આમ્રપાલી એપાર્ટમેન્ટની બાજુમાં શારદા મંદિર પાસે અકસ્માત નડયો હતો.

ગાય સાથે બાઈક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા રવિને અમદાવાદ બાદ વધુ સારવાર માટે પરવટ પાટિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેને તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.

અહીંના તબીબીએ ડોનેટ લાઈફનો સંપર્ક કરતા આ સંસ્થાએ પરિવારજનોને અંગદાન માટે સજાવતાં પરિવારની સંમત્તિ બાદ યુક્રેનની ૨૭ વર્ષીય નતાલીયા ઓમેલચુકમાં રવિનું હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની સાથે કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુદાન કરવું શક્ય બન્યું હતું.

 

source: sandesh

અમરેલી/Amreli,સુરત/Surat,મુંબઈ/Mumbai,અહમદાબાદ/Ahmedabad,View : 698

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.