અક્કલ…..

 • નામ

  છોકરો - વોટ્સ યોર નેમ ?
  છોકરી - પોતાના બાપને ઘક્કો મારો..
  છોકરો - મતલબ ...
  છોકરી - પુષ.....પા..

અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાયાઃ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

201712Jul
અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાયાઃ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

સુરતઃઅમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 7 યાત્રાળુઓના મોત થયા છે. અને 19 જેટલા ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતનીઓ છે. ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

બસના ડ્રાઈવરને મુખ્યમંત્રીએ ધન્યવાદ કહ્યા અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારે મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

વિજય રૂપાણીએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને 19 જેટલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. અને જણાવ્યું હતું કે, બહાદુરી બતાવનારા ડ્રાઈવર સલીમને બ્રેવરી એવોર્ડ મળે તે માટે સરકારને ભલામણ કરવામાં આવશે.

ત્યારબાદ ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા. અચાનક ફાયરિંગ શરૂ થયું: બસનો ડ્રાઈવર સલીમ બસના ડ્રાઈવર સલીમે જણાવ્યું કે, બસમાં પંચર પડતા મોડું થઈ ગયું હતું. અને અંધારૂ થઈ ગયું હતું. એવામાં ચાલુ બસે અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. જેથી આ આતંકવાદી હુમલો હોવાની જાણ થઈ ગઈ હતી. ગોળીઓ છૂટતી રહી પણ હું બસ ચલાવતો રહ્યો હતો. સીટ નીચે નમી જતા હું બચી ગયો હતો.

મારા માલિકે મને હિંમત આપતા લોકોને સલામત સ્થળે લઈ જઈ શક્યો હતો. સુમિત્રાબહેનના પાંચ દીકરીઓએ આપી મુખાગ્નિ અમરનાથ યાત્રા દરમિયાન આતંકીઓની ગોળીથી મોતને ભેટેલા સુમિત્રાબહેન મોહનભાઈ પટેલના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો હતો. 63 વર્ષિય સુમિત્રાબહેનને સંતાનોમાં પાંચ દીકરીઓ જ હોવાથી તેમની પાંચેય દીકરીઓેએ સુમિત્રાબેનના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. આ સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતાં.

કિરણ હોસ્પિટલ ઉઠાવશે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઈજાગ્રસ્ત અમરનાથ યાત્રીઓને સુરતની કિરણ હોસ્પિટલમા વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે, એરપોર્ટ બે એમ્બુલન્સ અને ડોક્ટરની ટીમ રવાના કરી દેવામાં આવી હોવાનું કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી ગોવિંદ ધોળકીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોના પાર્થિવ દેહને સુરત હવાઈ મથકે શ્રદ્ધાંજલી આપી હતી. અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ અને મહામંત્રી ભરતસિંહ પણ સુરત એરપોર્ટ હાજર રહ્યા છે.

મફતમાં અપાશે લોહીઃ લોક સમર્પણ કેન્દ્ર અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલામાં ઇજા પામનાર અને સુરતમાં લાવવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તો પૈકી જેને પણ લોહીની જરૂર હોય તેને ફ્રીમાં લોહી આપવાની જાહેરાત લોક સમર્પણ કેન્દ્ર દ્વારા કરવામાં આવી.- હરીભાઈ કથીરીયા બધા યાત્રીઓને સુરત લવાયા ઓમ ટ્રાવેલ્સની બસમાં કુલ 60 પ્રવાસીઓ હતાં.

જેમાં 7ના મોત થયા હતાં.જ્યારે 19 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. શ્રીનગરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આજે મંગળવારે બપોરે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.

 

source: divyabhaskar

સુરત/Surat,View : 480

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.