અમદાવાદ ૪૧.૩ ડિગ્રી ગરમીમાં શેકાયું, સિઝનનો સૌથી 'હોટેસ્ટ' દિવસ

201727Mar
અમદાવાદ ૪૧.૩ ડિગ્રી ગરમીમાં શેકાયું, સિઝનનો સૌથી 'હોટેસ્ટ' દિવસ

અમદાવાદમાં પડતી ગરમીના છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સાથે ઉનાળો તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દેતો હોય છે.

ગત બે વર્ષ દરમિયાન ૨૫, ૨૬ માર્ચના ૪૧.૫ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. હવે આ વખતે પણ આ સમયગાળા દરમિયાન ગરમીનો પારો ૪૧.૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. અમદાવાદ આજે વર્તમાન સિઝનની સૌથી વધુ ગરમીમાં શેકાયું હતું.

છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન અમદાવાદમાં માર્ચ મહિનામાં પડેલી આ ચોથા ક્રમની સૌથી વધારે ગરમી છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાની આગાહી અનુસાર આજે અમદાવાદમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જાય તેવી પૂરી સંભાવના છે.

જોકે, હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે સરેરાશ મહતમ તાપમાન રહેશે. માત્ર અમદાવાદ જ નહીં અન્ય ૯ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો હતો.

જેમાં ૪૨ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. પાંચ વર્ષમાં પ્રથમ વખત ડીસામાં માર્ચ મહિના દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચ્યો છે.

અમરેલીમાં ૪૧.૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગર, ભૂજ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગરમાં પણ ૪૦ ડિગ્રીથી વધારે ગરમીનો પારો રહ્યો હતો.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,રાજકોટ/Rajkot,ગાંધીનગર/Gandhinagar,સુરેન્દ્રનગર/Surendranagar,વડોદરા/Vadodara,અમરેલી/Amreli,સુરત/Surat,View : 714

  Comments

  • મહેશ21/11/2018મીન રાશી ના અક્ષર કયા અાવે.
  • Amit Kamli20/11/2018મ ટ પર થી છોકરા ના નામ
  • કનક જે જાલા18/11/2018ગ સ શ
  • Rahul panchal16/11/20187801811141
  • ખજ15/11/2018
  • Ghanshyam 14/11/2018ધન રાશિ પર થી છોકરી ના નવા નામ જણાવો
  • Sanket 14/11/2018R t upar thi nem aapo
  • Parmar rahul11/11/2018 કકૅ રાશિ મા હ ,ડ ,પર થી નામ માય બેબી નામ જણાવો
  • રેનિશ ભાઈ10/11/2018ક અક્ષર ના છોકરા નુ નામ આપો જન્મ તારીખ 30/10/18 સમય 17:05
  • nayan akabari10/11/2018અ લ ઈ પર થી નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.