અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

અમદાવાદ મર્ડર કેસ : હત્યારાનું બંગલામાં 7 કલાકથી વધુનું રોકાણ, છતાં પરિવાર અજાણ

201728Aug
અમદાવાદ મર્ડર કેસ : હત્યારાનું બંગલામાં 7 કલાકથી વધુનું રોકાણ, છતાં પરિવાર અજાણ

અમદાવાદના નવરંગપુરાના રસિકલાલ મહેતા મર્ડર કેસમાં બનાવને ૩૬ કલાક બાદ પણ પોલીસ કોઈ સુરાગ મેળવી શકી નથી. માત્ર નિવેદનો લઈને સંતોષ માની રહેલી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

કેસનો પર્દાફાશ કરવામાં પોલીસના લાંબા હાથ ટૂંકા કેમ પડી રહ્યા છે ? પોલીસ હજુ પણ અંધારામાં તીર મારી રહીં છે જે અનેક શંકાઓ ઉપજાવે છે. ગત શુક્રવારે રાતે નવ વાગે મહેતા પરિવારના બંગલામાં ખભે થેલો ભરાવીને એક યુવક મોબાઈલ ફોન ઉપર વાત કરતા પ્રવેશી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે.

જે રીતે અજાણ્યો યુવક બંગલામાં બિનધાસ્ત રીતે ઘૂસી રહ્યો છે તે જોતા કોઈ જાણભેદુ હોવાની શકયતાને નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત આ શખસ કોઈની મદદથી બંગલામાં રાત્રિના ૯.૦૮ કલાકે પ્રવેશીને સંતાઈ ગયો હોય તેવું પણ પોલીસ માની રહી છે. ક્રાઈમ બ્રાંચે મહેતા પરિવારના હાલના ઘરઘાટી મોતીલાલની તેમજ પૂર્વ ઘરઘાટી વિનોદ રાઉતની શંકાના આધારે પુછપરછ કરી રહી છે.

ગુજરાત ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલના વેવાઈ રસિકલાલ મહેતાની હત્યા કરી કાર લઈને નાસી ગયેલા શખસને શોધવા ક્રાઈમ બ્રાંચની ચારેક ટીમ રાજસ્થાન ખૂંદી રહી છે.

રસિકલાલની હત્યા બાદ કાર લઈને નાસી ગયેલો અજાણ્યો શખસ પ્રાંતિજ અને શામળાજી ટોલ બુથ ઉપર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પરંતુ તે કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

અજાણ્યો શખસ રાતે ૯.૦૮ કલાકે પ્રવેશે છે અને વહેલી પરોઢ પહેલા ૪.૫૪ વાગે કાર લઈને નાસી જાય છે તો રસિકલાલની કેટલા વાગે હત્યા થઈ તે જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

ઘટનાસ્થળ પાસે આવેલા મોબાઈલ ટાવરમાં રાતે ૯.૦૮ કલાકે સંપર્કમાં આવેલા મોબાઈલ ફોન નંબરોની યાદી ક્રાઈમ બ્રાંચે મેળવી શંકાસ્પદ નંબરોની તપાસ શરુ કરી છે. ૫૦ જેટલાં નિવેદન નોંધાયા નવરંગપુરા પોલીસે હત્યા કેસમાં ૫૦ જેટલા નિવેદન નોંધ્યા છે.

સોસાયટીમાં રહેતા કેટલાક પીજી સ્ટુડન્ટના નિવેદન લેવામાં આવ્યા છે. મહેતા પરિવારના બંગલામાં જતો શખસ ખભે થેલો ભરાવી જતો જોવા મળ્યો છે. જેથી પોલીસે પીજી સ્ટુડન્ટસને પણ શકના દાયરામાં લીધા છે.

ગત શુક્રવારે દર્શન સોસાયટીના બંગલા નંબર ૧૪માં કોણે આવ્યું હતું અને શા માટે આવ્યું હતું તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી નિવેદન લેવામાં આવ્યા છે.

કમલેશભાઈ અને રુપલબેન સાડા આઠે ઘરેથી બહાર નીકળ્યા તેના અડધો કલાકમાં ભાવિનભાઈ અને હર્ષાબેન પણ ઘરે જવા નીકળ્યા હતા. જયારે ધ્વની પોતાના રૂમમાં સૂઈ ગઈ હોવાનું જણાવે છે. કમલેશભાઈ પત્ની સાથે પોણા બારેક વાગે ઘરે આવી સીધા રૂમમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 206

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.