અક્કલ…..

 • અક્કલ મોટી કે ભેસ

   સોહન:સોનલ, કહે તો અક્કલ મોટી કે ભેસ ?

  સોનલ:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?

અમદાવાદ જીલ્લામાંથી એક પણ સ્કૂલની ફી દરખાસ્ત નિર્ધારણ કમિટીમા નથી આવી

201722May
અમદાવાદ જીલ્લામાંથી એક પણ સ્કૂલની ફી દરખાસ્ત નિર્ધારણ કમિટીમા નથી આવી

સરકારે ફી નિર્ધારણ એક્ટ લાગુ કર્યા બાદ અમદાવાદ સહિત પાંચ ઝોનમાં ફી નિર્ધારણ કમિટી બનાવી છે ત્યારે અમદાવાદ જીલ્લામાંથી હજુ સુધી એક પણ સ્કૂલની ફી નિર્ધારણ માટેની દરખાસ્ત નથી આવી.

મહત્વનું છે કે દરખાસ્ત કરવાની મુદ્દત ૨૪મી સુધી હોઈ અને હવે ત્રણ જ દિવસ બાકી છે ત્યારે એક પણ સ્કૂલની દરખાસ્ત ન આવી હોઈ ત્રણ દિવસમાં કેટલી સ્કૂલો કરશે તે પ્રશ્ન છે. સરકારે ખાનગી સ્કૂલોની ફીને અંકુશમાં લાવવા માટે આ વર્ષે ફી નિર્ધારણ એક્ટ અમલમાં મુકીને તે અંતર્ગત નીયમો જાહેર કર્યા છે અને જેમાં પ્રાથમિક સ્કૂલ માટે ૧૫ હજાર ,માધ્યમિક સ્કૂલ માટે ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ માટે ૨૭ હજાર ફી મર્યાદા રખાઈ છે.

નિયમ મુજબ આ મર્યાદાથી ઉપરની ફી ધરાવતી સ્કૂલે ફરજીયાત ફી નિર્ધારણ કમિટી સમક્ષ જવાનું છે અને બાકીની તમામ સ્કૂલે માત્ર એફિડેવિટ રજૂ કરવાની છે.સરકારે અમદાવાદ સહિત પાંચ ઝોનમાં ફી નિર્ધારણ કમિટીઓ રાજ્યમાં બનાવી છે.

નિયમ મુજબ મર્યાદાથી વધુ ફી ધરાવતી સ્કૂલે ત્રણ વર્ષના હિસાબો, પરિણામો, તમામ સુવિધાઓ અને વિદ્યાર્થી સંખ્યાથી માંડી કયા કયા મથાળા હેઠળ કેટલી કેટલી ફી વસૂલાય છે તે તમામ વિગતો સાથેની દરખાસ્ત ડીઈઓ-ડીપીઓમાં કરવાની છે અને ડીઈઓ-ડીપીઓમાંથી દરખાસ્ત કમિટી સમક્ષ જનાર છે.

પરંતુ મહત્વનું છે કે ફી કમિટી સમક્ષ જવાનો સ્કૂલોમાં ડર હોઈ હજુ સુધી અમદાવાદ જીલ્લામાંથી એક પણ સ્કૂલની ફી દરખાસ્ત ડીઈઓ-ડીપીઓ નથી આવી.ડીઈઓ શહેર કચેરી,ડીઈઓ ગ્રામ્ય કચેરી તેમજ ડીપીઓ કચેરીમાં એક પણ સ્કૂલની દરખાસ્ત જ ન આવી હોઈ હવે મુદ્દત પુરી થવાને માત્ર ત્રણ દિવસ બાકી છે.

સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે મુદ્દત વધશે અને ૨૪મી પછી એક પણ સ્કૂલ દરખાસ્ત નહી કરી શકે અને તક ગુમાવશે તેમજ તેની સામે પગલા લેવાશે ત્યારે હવે કેટલીક સ્કૂલો દરખાસ્ત કરશે તે પ્રશ્ન છે.

નિયમો મુજબ સ્કૂલોએ સીએ પાસે મંજૂર કરેલા ઈન્કમટેક્ષ રીટર્ન સાથે તમામ હિસાબો આપવાના હોઈ સ્કૂલો પોતાના ગોટાળા અનેગેરરીતિ બહાર આવી જાય તે ડરથી દરખાસ્ત જ કરવા નથી માંગતી ત્યારે બીજી બાજુ સરકારે ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને સ્કૂલોને સમજાવી ગોઠવણ શરૃ કરાવી હોઈ અત્યાર સુધીમાં અમદાવાદ જીલ્લામાં ૪૦થી વધુ સ્કૂલ સહિત રાજ્યમાં ૯૫ સ્કૂલોએ ફી ઘટાડી દીધી છે.ફી કમિટી સમક્ષ જવુ ન પડે તે માટે ૧૫થી૨૭ હજારની મર્યાદા કરતા વધુ ફી ધરાવતી આ બધી સ્કૂલોએ ૫ હજાર સુધીનો ફી ઘટાડો કરી નાખ્યો છે.

જ્યારે સીબીએસઈ બોર્ડની ૨૨ સ્કૂલો તો કોર્ટમાં ગઈ હોઈ તેઓને ૧૫મી જુન સુધીની મુદ્દત મળી છે પરંતુ સીબીએસઈ અને અન્ય ઈન્ટરનેશનલ બોર્ડની એક પણ સ્કૂલે હજુ સુધી દરખાસ્ત નથી કરી કે એફિડિવેટ પણ નથી કરી.

જ્યારે સરકારે જ સ્વીકાર્યુ છે કે સીબીએસઈ સહિતની અન્ય બોર્ડની ટોપની મોટી ખાનગી સ્કૂલો દ્વારા લાખોમાં ફી વસૂલાતી હોઈ આ ૫ ટકા સ્કૂલો પર અંકુશ લાવવા જ કાયદો લવાયો છે ત્યારે આ સ્કૂલોમાથી એક પણ સ્કૂલની ફી દરખાસ્ત આવી જ નથી.

 

source: gujaratsamachar

શિક્ષણ/Education,અહમદાબાદ/Ahmedabad,View : 382

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.