અક્કલ…..

 • અપમાનની હદ !!

  ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
  એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

અમદાવાદમાં ૨૫ દિવસમાં રેકર્ડ બ્રેક ચિકનગુનિયાના ૧૦૦ કેસ નોંધાયા

201728Feb
અમદાવાદમાં ૨૫ દિવસમાં રેકર્ડ બ્રેક ચિકનગુનિયાના ૧૦૦ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ઉનાળોના આગમનની સાથે જ પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. શહેરમાં હજુ તો ઉનાળાની ગરમીનો પ્રકોપ વર્તાય તે પહેલા જ પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉપરાંત ચીકનગુનિયાના તો આ મહિને રેકર્ડ બ્રેક કેસો નોંધાયા છે. શહેરમાં ૧થી ૨૫મી ફેબ્રુઆરી સુધીમાં ઝાડાઉલ્ટીના ૬૭૩, કમળાના ૨૩૦, ટાઇફોઇડના ૩૧૦ કેસો નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં મેલેરિયાના ૧૭૪, ઝેરી મેલેરિયાના ૫૩, અને ડેન્ગ્યૂના ૪૭ કેસ નોંધાઇ ચૂક્યા છે.

આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, ફેબ્રુઆરીના માત્ર ૨૫ દિવસમાં જ ચીકનગુનિયાના ૧૦૦ કેસ નોંધાઇ ચૂક્યા છે જે છેલ્લા ત્રણ વર્ષનો રેકર્ડ છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક જ મહિનામાં આટલા બધાં કેસ નોંધાયા નથી.

બીજી તરફ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે જ્યારે ચીકનગુનિયાના કેસોમાં તો દસ ગણો વધારો થયો છે.

શહેરમાંથી શિયાળાની કડકડતી ઠંડીએ તો વિદાઇ લીધી છે પણ શિયાળાની ઠંડીમાં પણ પાણીજન્ય રોગચાળો ઓછો થયો ન હતો. શહેરના કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારોમાં તો પ્રદુષિત પાણીની સમસ્યા ઠેરની ઠેર રહી હતી.

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતા અને ઇજનેર ખાતાના સંકલનના અભાવે પ્રદુષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી જેથી કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લીધે કમળા, ટાઇફોઇડ, ઝાડા-ઊલટીના દર્દીઓની સંખ્યા વધી છે .

શહેરના જુનાવાડજ, સ્ટેડિયમ વિસ્તારમાં ૨૪ કલાક પાણીની યોજના માટે નવી પાણીની લાઇનો નાંખવા માટે રોડ ખોદી નંખાયા છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,આરોગ્ય & ફિટનેસ/Health & Fitness,View : 595

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…