અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

અમદાવાદમાં લુખ્ખાઓ બન્યા બેફામ, જાહેરમાં યુવકને માર્યો માર

201828Feb
અમદાવાદમાં લુખ્ખાઓ બન્યા બેફામ, જાહેરમાં યુવકને માર્યો માર

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સામાન્ય નાગરિકો પર અત્યાચાર અને પોતાની દાદાગીરી બતાવવા માટે આવા લોકો લોકોને હથિયાર વડે માર મારે છે.

આવો જ એક કિસ્સો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ અંકુર ચાર રસ્તા પર પણ આવો જ એક બનાવ બન્યો હતો. ઇનોવા કારમાં ભરબપોરે આવેલા અસામાજિક તત્વોએ એક યુવાન માર માર્યો હતો. આ યુવાનને લાકડીઓ વડે ખુલ્લા રોડ પર માર માર્યો હતો.

પૈસાની લેતીદેતીમાં આ હુમલો થયો હોવાનું હાલ આસપાસના લોકો જણાવી રહ્યા છે. આ ઘટના અંતર્ગત મારામારીના કારણે સમગ્ર રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસ સુરક્ષાની વાત કરતા હોય છે પરંતુ અડધો કલાક ચાલેલી આ માથાકૂટમાં પોલીસ આવી નજર આવી ન હતી.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 1380

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.