અમદાવાદમાં પ્રગતિનગર વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતા એકનું મોત

201724Aug
અમદાવાદમાં પ્રગતિનગર વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતા એકનું મોત

અમદાવાદમાં પ્રગતિનગર વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતા એક વયસ્કનું મોત થયુ છે. અને અન્ય ત્રણને ગંભીર ઈજાઓ થતા સારાવાર અર્થે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

એકતા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલી પાણીની ટાંકી તુટી પડતા ત્રણેય માળને ઈજાઓ પહોંચી છે. જેમાં એપાર્ટમેન્ટમાં રહેતા વિનોદ વ્યાસ (ઉ.વ. 68) નું મોત થયુ છે જ્યારે અન્ય ત્રણેક જણાને ઈજાઓ પહોંચી છે.

ફાયરની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમાં પાણીની ટાંકીના મેઈન્ટેન્સના અભાવે આ ટાંકી તુટી પડી હગોવાનું જાણવા મળ્યુ છે.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,View : 57

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે પોતાની જાત ઉપર હસી શકે છે તેને કોઈ રડાવી શકતું નથી.ચિરાગ મણવર