અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

અમદાવાદમાં ત્રણ દિવસ રેડ એલર્ટ: પારો પહોંચી શકે છે ૪૫થી ૪૮ ડિગ્રી ડિગ્રી સુધી

201730Mar
અમદાવાદમાં ત્રણ દિવસ રેડ એલર્ટ: પારો પહોંચી શકે છે ૪૫થી ૪૮ ડિગ્રી ડિગ્રી સુધી

રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે હીટવેવ ચાલુ રહેતાં ગરમીના કારણે જનજીવનને માઠી અસર પહોંચી રહી છે. હજુ પણ ગરમીથી કોઈ રાહત મળે તેવા અણસાર નથી.

અમદાવાદમાં બુધવારે ગરમીનો પારો ૪૧.૮ ડિગ્રી નોંધાયો હતો. હજુ પણ ગરમીનો પારો ઊંચકાવાની શક્યતા વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન તરફથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે અનુસાર આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો ૪૫થી ૪૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

લોકોને કામ સિવાય બહાર ન નીકળવા જણાવાયું છે તેમજ દિવસમાં ૬થી ૭ લીટર પાણી પીવું જોઈએ. સીધા ખુલ્લા તાપમાં બને ત્યાં સુધી નીકળવું નહીં. રાજ્યભરમાં ભીષણ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઊઠયા છે.

આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમીના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં લોકો શેકાઈ રહ્યા છે. હજુ પણ ગરમીથી કોઈ છૂટકારો મળ્યો નથી.

ગરમીને લઈ ઠંડા પીણા બજારમાં તડાકો પડયો છે. લીંબુથી લઈ શેરડીનો રસ, તરબૂચ, છાશના વેચાણમાં ઊછાળો આવ્યો છે.

બુધવારે અમરેલી ૪૨.૯ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો ઊંચકાશે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રના ભીરામાં ગરમીએ તમામ હદ વટાવી મંગળવારે મહારાષ્ટ્રના ભીરામાં ગરમીએ તમામ હદ વટાવી હતી અને પારો ૪૬.૫ ડિગ્રીએ પહોંચતાં તે દેશનું ગરમમાં ગરમ સ્થળ બન્યું હતું.

બીજી બાજુ ઇંદોરમાં ગરમીનો ૧૧ વર્ષનો અને જયપુરમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. ઇંદોરમાં પારો ૪૦.૪ ડિગ્રી અને જયપુરમાં ૪૧ ડિગ્રીએ પહોંચ્યો હતો. શિમલામાં તાપમાન ૨૫ ડિગ્રીને પાર ગયું હતું. અહીં ગરમીનો ૭ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.

સોમવારે રાજસ્થાનના બારમેરમાં ગરમીનો ૭૭ વર્ષનો, જોધપુરમાં ૩૩ અને જેસલમેરમાં ૫૮ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. દેશનાં ૧૫ રાજ્યોમાં આ વખતે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,અહમદાબાદ/Ahmedabad,અમરેલી/Amreli,View : 250

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale