અક્કલ…..

 • મહેનત નું ફળ

  સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.

  ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

   

અમદાવાદના બોડીગાર્ડનો દીકરો ઝળક્યો CSની પરીક્ષામાં, લીધો પિતા મામલે મોટો નિર્ણય

201726Aug
અમદાવાદના બોડીગાર્ડનો દીકરો ઝળક્યો CSની પરીક્ષામાં, લીધો પિતા મામલે મોટો નિર્ણય

ધ ઈન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન માસમાં લેવાયેલી કંપની સેક્રેટરી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં બોડીગાર્ડનો દીકરાએ રાષ્ટ્રીયકક્ષાએ ૨૦મી રેન્ક પ્રાપ્ત કર છે.

જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં અમદાવાદ અને ભાવનગરના મળી પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે. કંપની સેક્રેટરીના પ્રોફેશનલ પ્રોગ્રામમાં રાષ્ટ્રીયકક્ષાએ ૨૦મી રેન્ક મેળવનાર સુનીલના પિતા પ્રતાપભાઈ ખટિક બોડીગાર્ડ તરીકે છ વર્ષથી નોકરી કરે છે.

અગાઉ તેમની સસ્તા અનાજની દુકાન હતી. ધો.૧૨ પછી સુનીલે કંપની સેક્રેટરી અને ગ્રેજ્યુએશન બંને સાથે ચાલુ કર્યું હતું. અગાઉ તેણે એલએલબી કરવાનું વિચાર્યું હતું પરંતુ તેમાં ફી સહિતના પ્રશ્નો નડતા તેણે સીએસ પસંદ કર્યું અને પ્રથમ પ્રયાસમાં જ ક્લિયર કર્યું છે. સુનીલે હવે કંપની સેક્રેટરી તરીકે પ્રેક્ટિસ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

તેમજ તેના પિતાને બોડીગાર્ડની નોકરીમાંથી મુક્ત કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. સરકારે હવે પછી પાંચ કરોડ કે તેથી વધુ મૂડી ભરપાઈ થયેલી હોય તેવી તમામ કંપનીઓ માટે કંપની સેક્રેટરી રાખવા ફરજિયાત કર્યા છે તેમ અમદાવાદ ચેપ્ટરના પ્રમુખે કહ્યું હતું. તેમણે કહ્યું કે આ જોગવાઈના કારણે કંપની સેક્રેટરીના ક્ષેત્રમાં નોકરીના ચાન્સ વધી જશે.

જીએસટી આવી ગયા બાદ આગામી ડિસેમ્બર માસથી જીએસટીના ચેપ્ટર સાથેની પરીક્ષા લેવાશે. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ગત વર્ષે અમદાવાદના એક પણ વિદ્યાર્થીને સ્થાન મળ્યું ન હતું. આ વર્ષે પાંચને સ્થાન મળ્યું છે.

પ્રોફેશનલ પ્રોગ્રામમાં ત્રણેય મોડયૂલ પાસ કરવા માટે ૧૯૬ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩ જ પાસ થતાં ૧.૫૩ ટકા રિઝલ્ટ આવ્યું છે. મોડયૂલ-૧માં ૪૮૪ વિદ્યાર્થીમાંથી ૩૮ પાસ થતાં ૭.૮૫ ટકા, મોડયૂલ-૨માં ૩૮૭ વિદ્યાર્થીમાંથી ૬૩ પાસ થતાં ૧૬.૨૮ ટકા અને મોડયૂલ-૩માં ૪૩૮ વિદ્યાર્થીમાંથી ૮૫ પાસ થતાં ૧૯.૪૧ ટકા રિઝલ્ટ આવ્યું છે.

આ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડયૂલ-૧માં ૩૬૫ વિદ્યાર્થીમાંથી ૫૮ પાસ થતાં ૧૫.૮૯ ટકા, મોડયૂલ-૨માં ૩૪૨ વિદ્યાર્થીમાંથી ૪૩ પાસ થતાં ૧૨.૫૭ ટકા અને બંને મોડયૂલમાં ૫૩૨ વિદ્યાર્થીમાંથી ૨૭ પાસ થતાં ૫.૦૮ ટકા રિઝલ્ટ આવ્યું છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,View : 235

  Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શિક્ષણ સમૃદ્ધિનો પાયો છે…