અક્કલ…..

  • રજનીકાંતની કીક

    રોનાલ્ડો - જો હુ બોલને લાત મારુ તો તે 3 મીનિટ સુધી હવામાં ગોળ ગોળ ફરે
    રજનીકાંત - અન્ના રાસ્કલા ! તને ખબર છે કે પૃથ્વી અત્યાર સુધી ગોળ કેમ ફરે છે ?

અમદાવાદઃ બે ATMમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા આગ લગાવી દીધી

201712Aug
અમદાવાદઃ બે ATMમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા આગ લગાવી દીધી

અમદાવાદના ઘાટલોડીયા આર.સી.ટેકનિકલ રોડ ઉપર આવેલા એચડીએફસી બેંકના બે એટીએમ તેમજ સીસીટીવી કેમેરા અને સાઈરન તોડી નાંખીને ચોરી કરવાનો પ્રયાસ થયો છે.

એટીએમ તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરે જવલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી દેતા સોલા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે. ગઈકાલે રાત્રિ દરમિયાન અજાણ્યા શખસો દ્ધારા આર.સી.ટેકનિકલ રોડ ઉપર પ્રમુખનગર ખાતે આવેલા એચડીએફસી બેંકના એટીએમને નિશાન બનાવાયું હતું.

તસ્કરે બે એટીએમમાં રહેલી રોકડ ચોરી કરવા માટે એટીએમ ડોરનું હેન્ડલ અને લોક તોડયા બાદ ડીસ્પેન્સરનું માઉસ તોડી નાંખ્યું હતું. તસ્કરે પોતાની ઓળખ છુપાવવા એટીએમ સેન્ટરમાં લાગેલા ત્રણ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. એટીએમમાં રહેલી રોકડ ચોરી કરવામાં તસ્કર નિષ્ફળ જતા તેમણે જવલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવી નાસી ગયા હતા.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 434

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુખમાં શું જાય છે ( ભોજન ) તેનાં કરતાં પણ મુખમાંથી શું નીકળે છે,( ભાષા ) તે અતિ મહત્વનું છે.