અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

અન્ડરવર્લ્ડ ડોન રવિ પુજારીના બે ગુંડાની ધરપકડ

201711Mar
અન્ડરવર્લ્ડ ડોન રવિ પુજારીના બે ગુંડાની ધરપકડ

નવસારીના લાલવાણી બંધુઓ પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવાના ચકચારી કેસમાં પોલીસે અન્ડરવર્લ્ડ માફિયા રવિ પુજારીના બે સાગરિતોની ગોવા ખાતેથી ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ પૈકી મૂળ નવસારીનો એનઆરઆઇ યુવક પારસ નાયક ડોન રવિ પુજારીનું ઇન્ડિયાનું નેટવર્ક સંભાળતો હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. લાલવાણી બંધુને ખંડણીના ધમકીભર્યા કોલ ખુદ રવિ પુજારીએ જ કર્યા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આ અંગે રેંજ આઇજી ડો.સમશેર સિંઘે માહિતી આપતા જણાવ્યું કે, નવસારીમાં પારસી હોસ્પિટલ સામે સૂર્યમ બંગ્લોઝમાં રહેતા હોરમઝ ફિરોઝ અવારીને ડોન રવિ પૂજારીએ કોલ કરી તેના બિલ્ડર મિત્રોે પ્રેમચંદ લાલવાણી અને શંકર લાલવાણી પાસેથી અઢી-અઢી કરોડ ખંડણી માંગી હતી.

ચકચારી આ કેસમાં નવસારી એલસીબીએ કેયૂર ઉર્ફે કાનજી ભાસ્કર દેસાઇ (રહે. વેદાંત એપાર્ટમેન્ટ, જમાલપોર, નવસારી) અને નરેશ બાલુ આહીર (રહે. અડદા, વજીફા ફળિયા, નવાગામ પાટિયા, નવસારી) તથા અખ્તર કાસમઅલી મર્ચન્ટ (રહે. કિંગસ્ટન ટાવર, અગ્રવાલ સ્ટેટ, વસઇ વેસ્ટ, મુંબઇ)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

આ બંનેની પૂછપરછમાં પારસ મહેશ નાયક (હાલ રહે. મોલર સ્ટ્રીટ, સીકોકસ, ન્યુ જર્સી, અમેરિકા- મૂળ માણેકપોર, બોરિયાફળિયા, ગણદેવી, નવસારી) તથા મુઝફ્ફર ઉર્ફે મુજ્જુ ઉર્ફે વકીલ ઝફર અબ્બાસ મૌલવી (રહે. વસઇ, મુંબઇ)ના નામ ખુલતાં એલસીબીએ તેમનો સતત પીછો કરી ગોવા ખાતેથી તેમને હોન્ડા સિટી કાર સાથે પકડી લીધા હતા. લેપટોપ, ઇયર ફોન, મોબાઇલ, ૨ પાસપોર્ટ, ૯ એટીએમ કાર્ડ, ૨ આઇકાર્ડ, એક હોન્ડા સિટી અને ૨ મોબાઇલ સાથે ઝડપાયેલા આ બંનેેના પોલીસે ૧૬મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસના કહેવા પ્રમાણે એનઆરઆઇ પારસ નાયક સાઉથ આફ્રિકા ખાતે રહેતા ગેંગસ્ટર અરવિંદ ઉર્ફે અજય મોહન ગૌસ્વામીના ઇશારે ડોન રવિ પુજારી માટે કામ કરે છે. પારસ નાયકે લોકલ માણસો કાનજી દેસાઇ અને નરેશ આહીરને કામે લગાવી લાલવાણી બંધુની માહિતી મેળવી ગોસ્વામી હસ્તક પૂજારીને પહોચાડી હતી.

બાદમાં બિલ્ડરોની હોટલ પર ફાયરિંગ કરવાનું કામ પણ તેઓને સોંપાયું હતું. મૂળ નવસારીનો પારસ નાયક ડોન રવિ પુજારીનો ખાસ સાગરિત ગણાય છે. તેની ટિપના આધારે રવિ પુજારી માલેતુજારોને ખંડણીના કોલ કરે છે. લાલવાણી બંધુ પાસેથી ૫ કરોડની ખંડણી મેળવવા ખુદ રવિ પુજારીએ ધમકીભર્યા કોલ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય આરોપી મુઝફ્ફર કામ પૂર્ણ થયા બાદ આરોપીઓને આશરો આપવાની ભૂમિકા ભજવે છે. પારસને ભગાડયા બાદ આશરો પણ મુઝફ્ફરે જ આપ્યો હતો. આ પ્રકરણમાં સૂત્રધાર પારસ સહિત પાંચ આરોપીઓ અત્યાર સુધી પકડાઇ ચૂક્યા છે.

આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. બાર માલિક પારસનું નામ કબૂતરબાજીમાં પણ ઉછળી ચૂક્યું છે વર્ષોથી અમેરિકાના ન્યુ જર્સીમાં સ્થાયી થયેલો પારસ નાયક ત્યાં તે બાર ધરાવે છે. થોડાં સમય પહેલાં જ ઇન્ડિયા આવેલા પારસનું નામ અગાઉ કબૂતરબાજીમાં તેનું નામ ઉછળી ચૂક્યું છે. મુંબઇના ૯૩ના બ્લાસ્ટમાં અખ્તર નામના ગેંગસ્ટરને ભગાડી આશરો આપવામાં પણ પારસની ભૂમિકા બહાર આવી હતી.

વર્ષ ૨૦૦૪થી તે ગેંગસ્ટર અરવિંદ ગૌસ્વામીના સંપર્કમાં છે અને ડોન રવિ પુજારી સાથે પણ ફોનથી સતત સંપર્કમાં રહે છે. આ ઉપરાંત, ગણદેવી પોલીસમાં વર્ષ ૨૦૦૮માં પ્રોહિબિશનનો કેસ તથા ૧૯૯૪માં ચીટિંગના ગુનો નોંધાઇ ચૂક્યો છે. ડોન પુજારી અને ગેંગસ્ટર ગૌસ્વામી સામે રેડકોર્નર નોટિસ ઇશ્યૂ લાલવાણી બંધુ પાસેથી કરોડોની ખંડણી માંગવાના કેસની તપાસમાં અન્ડરવર્લ્ડ ડોન રવિ પુજારી અને ગેંગસ્ટર અરવિંદ ગૌસ્વામીના નામ બહાર આવ્યા હતા. આ ટોળકીએ સુરતના ૨૨ માલેતુજારોને પણ ખંડણીના ધમકીભર્યા કોલ કર્યા છે ત્યારે સુરત રેંજ પોલીસે વિદેશથી ગેંગ ઓપરેટ કરનારા ડોન પુજારી અને ગેંગસ્ટર ગૌસ્વામી સામે રેડકોર્નર નોટિસ ઇશ્યૂ કરી છે.

જે માટે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી રવિ પુજારીની ગુનાખોરીની ફાઇલ મેળવી લેવાઇ છે તથા ભારતની અલગ-અલગ એજન્સીઓને પણ આ બાબતે માહિતગાર કરી બંને માફિયાને ઇન્ડિયા લાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. વોઇસ રિપોર્ટ મહત્ત્વનો પુરાવો આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓની કબૂલાત ઉપરાંત રવિ પુજારીનો વોઇસ રિપોર્ટ પોલીસ પાસે મહત્ત્વનો પુરાવો છે.

મુંબઇ પોલીસ પાસે રવિ પુજારીના વોઇસની ડિટેઇલ્સ હતી. નવસારીમાં લાલવાણી બંધુને ખંડણીના ધમકીભર્યા કોલ થયા હતા તે વોઇસ ટેપની મુંબઇ પોલીસના ડેટામાં હાજર પુજારીના વોઇસ ટેપ સાથે એફએસએલમાં ચકાસણી જઇ થઇ હતી.

જે બંને વોઇસ ટેપ મેચ થયા છે. આમ, લાલવાણીને પણ રવિ પુજારીએ જ ધમકી આપી હતી. છોટારાજન, વિકી ગૌસ્વામી બાદ રવિ પુજારીનો ખાસ બન્યો અરવિંદ ગૌસ્વામીગેંગસ્ટર અરવિંદ ગૌસ્વામીનું નામ અન્ડરવર્લ્ડની દુનિયામાં જૂનું અને જાણીતું છે. દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં છુપાઇને રહેતો અરવિંદ ગૌસ્વામી વર્ષો પહેલાં છોટા રાજન ગેંગમાં કામ કરતો હતો. જોકે બાદમાં ડિસ્પ્યુટ થતા તે ગેંગ છોડી આફ્રિકા જતો રહ્યો હતો. થોડાં વર્ષો પહેલાં ડ્રગ્સ માફિયા વિકી ગૌસ્વામીના કેમ્પમાં પણ ઘૂસી ગયો છે.

જોકે, હાલમાં તે રવિ પુજારીનું સમગ્ર નેટવર્ક સંભાળે છે અને પુજારીનો ખાસ માણસ પણ ગણાય છે. અખ્તર મર્ચન્ટ પણ ગુનાખોરીની દુનિયાનો બાદશાહ ખંડણી પ્રકરણમાં પકડાયેલો અખ્તર મર્ચન્ટ પણ ગુનાખોરીની દુનિયાનો બાદશાહ ગણાય છે. દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમ સાથે જાલી નોટના રેકેટમાં તે અગાઉ પકડાઇ ચૂક્યો છે. જમીન-મકાન ખાલી કરાવવાની સોપારી લેવાનું તેનું કામ છે.

અખ્તર વિરુદ્ધ ચલણી નોટનો ગુનો, ચોરી, ચેકબાઉન્સ, મર્ડરની કોશિશ, લૂંટ, ખંડણી, અપહરણ, લેન્ડગ્રેબિંગના અનેક ગુનાઓ મહારાષ્ટ્ર પોલીસના ચોપડે નોંધાઇ ચૂક્યા છે. ખંડણીના કેસમાં કામ પૂરું થયા બાદ આરોપીઓને સહારો આપવાનું કામ અખ્તરનું હોય છે.

કાનજી દેસાઇ અને નરેશ આહીર આ રોલ ભજવતા કાનજી અને નરેશ એનઆરઆઇ પારસ નાયકના પન્ટરો છે. પારસ આ બંને પાસેથી સ્થાનિક માલેતુજારોની વિગતો મંગાવતો હતો. જે વિગતો પુજારી અને ગૌસ્વામીને પહોંચાડાતી હતી અને બાદમાં ખંડણીના કોલ કર્યા બાદ ફોલોઅપ કાનજી અને નરેશ કરતા હતા. જેને ધમકી અપાઇ હોય તેઓના ઘરે જઇને કે ઓફિસે જઇને દમદાટી-ધાક-ધમકી આપે છે.

જરૂર પડે તો મારપીટ કરી હથિયારો વડે ડરાવવવા-ધમકાવવાનું કામ પણ આ બે પન્ટરો કરે છે. જમીનના કોઠા-કબાડા અને ટપોરીગીરી કરવામાં નવસારી પંથકમાં બંને કુખ્યાત છે.

કાનજી સામે નવસારી, જલાલપોર તથા કામરેજ પોલીસમાં કુલ ૭ ગુના નોંધાઇ ચૂક્યા છે. બેફામ બની ગુજરાતના રાજકાણીઓ અને વ્યવસાયીઓને ધમકી આપી કરોડોની ખંડણી માંગતાં ગેંગસ્ટર રવિ પુજારીએ હવે શહેરના ર્ચિચત ઇવેન્ટ મેનેજરને ટાર્ગેટ કર્યો છે. બડે બડે સેલેબ્રિટી લાતા હૈ, દો કરોડ દે વરના ગોલી કી બોલી બોલની પડેગી, એમ કહી ધમકી આપી બે કરોડ રૂપિયા ખંડણી પેટે માંગવામાં આવ્યા છે. અંડરવર્લ્ડ દ્વારા ફરીથી ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય એવો માહોલ ઊભો થયો છે કે ઊભો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં દાઉદ કહો કે અનીશ ઇબ્રાહીમે આપેલી સોપારી અનુસાર ગુટખાના વેપારીની હત્યા કરવા પહોંચેલા શૂટર પકડાયા હતાં. અગાઉથી અંડરવર્લ્ડ માફિયા રવિ પુજારી દ્વારા સેલવાસથી માંડી સુરતથી લઇ સૌરાષ્ટ્ર સુધીના વેપારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓને ધમકીભર્યા કોલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી છે.

આ રવિ પુજારીએ ગત વરસે સુરતમાં પણ 22 જેટલા માલેતુજારોને કોલ કરી ખંડણી માંગી હોવાની ચોંકાવનારી વાતો હવે બહાર આવી છે. સાત મહિના અગાઉના આ એપિસોડ બાદ રવિ પુજારીએ ફરીથી સુરત તરફ વળ્યો છે. હવે તેણે શહેરના એક ઇવેન્ટ મેનેજરને ધમકી આપી છે. ઓસ્ટ્રેલિયા સે રવિ પુજારી બોલતાં હું. ક્યા બાત હૈ, શેઠ ફોન ઉઠાતા નહીં હૈ.

બહોત બડા આદમી હૈ, એક કામ કર દો કરોડ ભેજ દે. ઇવેન્ટ મેનેજરે મેરે બારે મેં આપકો ગલત જાનકારી મિલી હૈ એવું કહેવાતા પુજારીએ જવાબ આપ્યો કે આપકે બારેમે મૂઝે પતા નહીં હે ઐસા નહીં હૈ સમજ લે, તું બહોત પ્રોગ્રામ કરતાં હૈ, બડે બડે ફિલ્મ સ્ટારનો બુલાતા હૈ, તુ દો કરોડ દે દે. અભી તો મેં ઠંડે દિમાગ સે બાત કર રહા હું, ઐસા ન હો કે મૂઝે ગોલી ચલાની પડે. સમંદર સે દો ચાર બુંદે કમ હો ગઇ તો ક્યાં ફરક પડેગા.

સોચ લે, નહીં તો ગોલી કી બોલી બોલની પડેગી, એવા મતલબની ધમકી આપી હતી. ઇવેન્ટ મેનેજરને છઠ્ઠી તારીખે બે અને સાતમી તારીખે એક કોલ રવિ પુજારી દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કોલ બાદ ઇવેન્ટ મેનેજર દ્વારા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેણે કોલ રેર્કોિંડગ સાથે ધમકી અંગે ફરિયાદ આપી હતી. રવિ પુજારી દ્વારા સુરતમાં જે વ્યક્તિઓને ધમકીભર્યા કોલ કરી બેથી દસ કરોડ રૂપિયા સુધીની ખંડણી માંગવામાં આવી છે, તેઓની વ્યક્તિગત અને ધંધાકીય બ્રિફ તેને સ્થાનિક સ્તરેથી પૂરી પાડવામાં આવી હોય તેવું તેની વાત પરથી લાગે છે.

દરેક વ્યક્તિને અંગત અને ધંધાકીય વાતો કહીને રૂપિયા ચૂકવવા કહેવામાં આવે છે. નવસારીના વેપારીને ધમકીના પ્રકરણમાં પૂજારીના લોકલ કોન્ટેક્ટને શોધી કાઢવામાં પોલીસ સફળ રહી છે. જ્યારે સુરતમાં ૨૩ વ્યક્તિને ધમકી મળી છતાં હજું પોલીસના પેટનું પાણી હાલ્યું નથી.

 

source: sandesh

ગુનો/Crime,નવસારી/Navsari,સુરત/Surat,મુંબઈ/Mumbai,રાજકોટ/Rajkot,View : 327

  Comments

  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
  • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
  • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.