અનિલ કપૂર પુત્ર હર્ષવર્ધન સાથે રૃપેરી પડદે દેખાય તેવી શક્યતા

201705Jun
અનિલ કપૂર પુત્ર હર્ષવર્ધન સાથે રૃપેરી પડદે દેખાય તેવી શક્યતા

બોલીવૂડમાં સ્ટાર સંતાનો કારકિર્દી બનાવવા આવી રહ્યા છે. તેમને સાથ આપવા માતા-પિતા પણ ૂપૂરતા પ્રયાસ કરી રહ્યા છે. અનિલ કપૂર પુત્ર હર્ષવર્ધન સાથે રૃપેરી પડદે દેખાય તેવી શક્યતા છે.

આ ફિલ્મ અભિનવ બિન્દ્રાની બાયોપિક હોઇ શકે તેમ તાજેતરમાં અનિલ કપૂરે જવ્વ્યું હતું. અભિનવ બિન્દ્રા એ વ્યક્તિ છે જેણે ઓલમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.હાલમાં મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં અનિલ કપૂરે હર્ષવર્ધન સાથે એક જ ફિલ્મમાં કામ કરવાની શક્યતા છે તેમ જણાવ્યું હતું.

'' જો બધુ સમુસૂથરું પાર પડશે તો ્હું અને ્હર્ષવર્ધન રૃપેરી પડદે સાથે દેખાશું. આ ફિલ્મ અભિનવ બિન્દ્રાની ્જીવનકથની હશે. જોકે હાલ આ ફિલ્મ માટે વાત કરવી એ બહુ જલદી કહેવાશે.અમે આ મુદ્દે હજી કામ કરી રહ્યા છીએ.આ ફિલ્મ બાબત અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે હું ચોક્કસ જણાવીશ.

હજી તો વાતચીત ચાલી રહી છે. ભગવાન ઇચ્છશે તો અમે પિતા-પુત્ર એક જ ફિલ્મમાં ચોક્કસ સાથે જોવા મળશું.થઇ શકે છે એ આ જ ફિલ્મ હશે. પુત્ર સાથે કામ કરવા ઉત્સાહિત હોવાનું પણ અભિનેતાએ જણાવ્યું હતું.

 

source: divyabhaskar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 354

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.