અડવાણામાં યુવતી પર બળાત્કારનાં પ્રકરણમાં ફરાર શખ્સ ઝડપાયો

201725Mar
અડવાણામાં યુવતી પર બળાત્કારનાં પ્રકરણમાં ફરાર શખ્સ ઝડપાયો

પોરબંદર નજીકના અડવાણા ગામે ૯ મહિના પહેલા બળાત્કારનાં ગુન્હામાં નાસી ગયેલા શખ્સને પારાવાડાની સીમમાંથી પકડી ને કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

આ બ નાવમાં બ ળાત્કારનો ભોગ બનેલી યુવતિએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તેનો કયાંય અત્તોપત્તો નથી તેથી તે સાચી વિગત બહાર લાવવા રિમાન્ડ ઉપયોગી સાબિત થશે.

પોરબંદર નજીક પારાવાડા ગામે રહેતા રામ જીવા ખુંટી (ઉ.વ.૨૮) એ તા.૨૦.૬.૨૦૧૬નાં રોજ અડવાણામાં યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તે નાસી છૂટયો હતા. આ શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર બળાત્કાર કરયો હોવાની ફરીયાદ થઈ હતી.

બગવદરનાં પી.એસ.આઈ. સંતોકબેન ઓડેદરા સહિતની ટીમે ચોક્કસ માહિતીનાં આધારે પારાવાડાની સીમમાંથી આ શખ્સને પકડી પાડયો હતો તથા તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા એવું જણાવાયું હતું કે, જેની સાથે આ યુવાને બળાત્કાર કર્યો હતો એ યુવતિ સાથે વારંવાર એ પ્રકારનું કૃત્ય થયું હોવાથી યુવતિ ગર્ભવતી બની હતી અને તેણે બાળકીને જન્મ પણ આપ્યો હતો.

ત્રણ દિવસની હોસ્પિટલાઈઝ સારવાર બાદ રામા જીવા જ બાળકીને લઈને કયાંક ગયો હતો તેથી શું તેણે આ બાળકીને મારી નાખીં?ં કે દવાથી મૃત્યુ પામીં?ં કે તેનો નિકાલ કયાં કર્યોં?ં સહિતની વિગતો મેળવવા માટે તારીખ ૨૮.૩. સુધીનાં રિમાન્ડ ઉપયોગી સાબિત થશે તેમ જાણવા મળ્યું છે.

 

source: gujaratsamachar

પોરબંદર/Porbandar,ગુનો/Crime,View : 603

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.