અક્કલ…..

 • સફેદ પતિ

  એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
  તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

અડધી રાતે આર્થિક ક્રાંતિનો ઉદય: આજથી એક દેશ-એક ટેક્સ, GST પછી મધરાતથી શું થયું સસ્તું?

201701Jul
અડધી રાતે આર્થિક ક્રાંતિનો ઉદય: આજથી એક દેશ-એક ટેક્સ, GST પછી મધરાતથી શું થયું સસ્તું?

૩૦મી જૂનની મધરાતનો દિવસ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. ભારતમાં એક રાષ્ટ્ર, એક કર, એક માર્કેટની પ્રણાલીનો આ દિવસે પ્રારંભ થયો છે.

દેશભરમાં ૧લી જુલાઈએ સૂરજનાં સોનેરી કિરણો પ્રકાશ રેલાવે તે સાથે જ ગુડ્ઝ એન્ડ ર્સિવસિસ ટેક્સ એટલે કે જીએસટીનો અમલ શરૃ થયો છે. દેશભરમાં અમલમાં આવનારી જીએસટીના એકસમાન ટેક્સની કરપ્રણાલીથી આમ આદમી પરનો કરબોજ હળવો થવાની સાથે વેપાર-ઉદ્યોગો માટે કરવેરાની નવી પ્રણાલી અને નવા નિયમોનો પ્રારંભ થયો છે.

ભારતમાં એક કોમન માર્કેટ રચાયું છે જે યુરોપિયન સંઘ કરતાં પણ મોટું બન્યું છે. નિષ્ણાતોના મતે અનેક પ્રકારના કરવેરાની માયાજાળ તેમજ રાજ્યોની સરહદો પર ટેક્સની વસુલાત માટેના અવરોધો દૂર થવાની સાથે જ જીએસટીને કારણે ભારતના આર્િથક વિકાસને વેગ મળશે.

જટિલતાઓ વચ્ચે ધામધૂમથી અમલ જીએસટીને કારણે દેશમાં કરમાળખું અને વેપારની સિસ્ટમમાં આમૂલ પરિવર્તન આવશે તેવા દાવા જોરશોરથી કરાઈ રહ્યા છે પણ જીએસટીની જટિલતા વેપારઉદ્યોગો અને નીતિના ઘડનારાઓ હજી સમજી શક્યા ન હોવાથી જીએસટીની ગાડી અધવચ્ચે જ પાટા પર ખડી ન પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. નાના અને મોટા વેપારીઓ હજી આ સિસ્ટમને સમજી શક્યા નથી.

તેમણે થોડા મહિના જીએસટીના અમલને પાછો ઠેલવાની માગણી કરી છે. વેપારઉદ્યોગોની આવી શંકા-કુશંકા વચ્ચે ભાજપની કેન્દ્ર સરકારે ૩૦મી જૂને મધરાતે ૧૨ કલાકે સંસદના સેન્ટ્રલહોલમાં ભારે ધૂમધડાકા વચ્ચે તેનો અમલ કર્યો છે. સરકારે કેટલાક નિયમો હળવા કર્યા જીએસટીના અમલમાં શરૃઆતમાં પડનારી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને સરકારે કેટલાક નિયમો હળવા કર્યા છે, જેમાં ઇલેક્ટ્રોનિક વે બિલ કે બોર્ડરપાસ દાખલ કરવાના નિયમો હળવા કરાયા છે.

રિટર્ન ફાઇલ કરવામાં થોડીઘણી છૂટછાટ અપાઈ છે અને સરકારી ખાતાઓ અને ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા વેન્ડર્સને ચૂકવવા પાત્ર ટેક્સની કપાતના નિયમો હળવા કરાયા છે. બીજી તરફ કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા ઇલેક્ટ્રોનિક એકાઉન્ટ રાખવાની સિસ્ટમ તેમજ નફો નહીં કરતી કંપનીઓને ટેક્નોલોજી પૂરી પાડતું જીએસટી નેટવર્ક શુક્રવાર કે શનિવારે સવારે રિલીઝ કરાય તેવું જાણવા મળે છે.

સપ્લાયર્સને જુલાઈના અંત સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ અપાઈ છે, જોકે સરકારના દાવા મુજબ ૮૦ લાખ વેપારીઓ અને કંપનીઓમાંથી ૬૬ લાખ લોકોએ ય્જી્ગ્દમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જીએસટીમાં ૮૦ ટકા ચીજવસ્તુઓને સરકાર દ્વારા ૧૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી છે જેને કારણે આમ આદમી પર કે પ્રમાણિક લોકો પર તેનો બોજ પડશે નહીં.

રોજબરોજની વપરાશની અને આવશ્યક ચીજોને જીએસટીમાં માફી અપાઈ છે કે તેના પર ૫ ટકા જેટલો સામાન્ય કર લદાયો છે તેથી ગરીબો અને આમ આદમી પર તેનો બોજો પડશે નહીં.

જીએસટી શું છે? સરકારે જેનો ભારે જોરશોરથી અમલ કર્યો છે તે ગુડ્ઝ એન્ડ ર્સિવસિસ ટેક્સ(ય્જી્) એ મલ્ટિસ્ટેજ ડેસ્ટિનેશન બેઝડ કરવ્યવસ્થા છે, જેમાં રાજ્યો અને કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતા તમામ કરવેરા અને સેસને રદ કરીને તેને સ્થાને એક જ કરપદ્ધતિ અમલી બનાવાઈ છે. વેલ્યૂ એડિશનના દરેક તબક્કે આ કર વસૂલ કરવાની તેમાં જોગવાઈ છે.

ઉત્પાદનના દરેક તબક્કે એટલે કે કાચો માલસામાન ખરીદવાથી માંડીને પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ અને ચીજોનું ગ્રાહકોને વેચાણ એમ દરેક તબક્કે ટેક્સ લેવામાં આવશે. અગાઉના દરેક તબક્કામાં લેવાનાર ટેક્સ માટે સેટ ઓફ બેનિફિટ આપવામાં આવશે.

આમ ગ્રાહકે સપ્લાય ચેઇનના છેલ્લા ડીલર દ્વારા વસૂલવામાં આવનાર જીએસટી જ ચૂકવવાનો રહેશે. જીએસટી એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ હાલનાં કરમાળખાથી તદ્દન વિપરીત જીએસટી એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે, અત્યાર સુધી સરકાર દ્વારા મેન્યુફેક્ચર પાસેથી એક્સાઇઝ ડયૂટી લેવાતી હતી.

આ પછી રાજ્યો દ્વારા વેલ્યૂએડેડ ટેક્સ એટલે કે વેટ લેવાતો હતો. ઉત્પાદકો દ્વારા આ ટેક્સ આખરે ગ્રાહકો પાસેથી વસુલાતો હતો, હવે જીએસટીમાં તામિલનાડુમાં બનેલી કોઈ વસ્તુ દિલ્હીમાં વેચાય તો વેચાણના અંતિમ તબક્કે તે ટેક્સની આવક દિલ્હીને મળશે.

વેચાણ કે ડેસ્ટિનેશનના અંતિમ તબક્કે જીએસટી વસુલાશે, જોકે તામિલનાડુને ઉત્પાદનના તબક્કે જીએસટીનો લાભ મળશે. તમામ માલસામગ્રી અને તમામ સેવાઓ પરનો ટેક્સ જીએસટીમાં ક્રૂડ પેટ્રોલિયમ, મોટર સ્પિરિટ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ અને નેચરલ ગેસ સિવાય અન્ય તમામ ચીજો પર ટેક્સ લેવામાં આવશે. આ રીતે કેટલીક સેવાઓને બાદ કરતાં અન્ય તમામ સેવાઓ પર પણ ટેક્સ વસુલાશે. વિદેશવેપારમાં સેવાઓનું પ્રમાણ વધવાથી જીએસટી ગ્લોબલ સ્ટાન્ડર્ડ ધરાવતો ટેક્સ બન્યો છે.

ભારતમાં આને કારણે આડકતરા વેરાનું એકસમાન માળખું અમલમાં આવ્યું છે, જેને કારણે વેપારઉદ્યોગોને જટિલ કરવેરા માળખામાંથી મુક્તિ મળી છે. જીએસટીમાં કરવેરાના કેટલા સ્લેબ? સરકાર દ્વારા જીએસટીમાં કરવેરાના ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના ચાર સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કેટલીક ચીજો પર શૂન્ય વેરો રખાયો છે એટલે કે તેને જીએસટીમાં માફી અપાઈ છે.

સોના-ચાંદી પર ૩ ટકા અને કેટલીક લક્ઝરી ચીજો પર ૨૮ ટકાનો મહત્તમ સ્લેબ ઉપરાંત સેસ લાદવામાં આવ્યો છે, જેની આવકમાંથી રાજ્યોને થનારુંં નુકસાન ભરપાઈ કરાશે.

 

source: sandesh

ભારત/India,ધંધો, વ્યવસાય/Business,View : 274

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.