"હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે"

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે એ આવે સે,

હુ લાવે સે મારા માની નથણીયું લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે એ આવે સે,

હુ લાવે સે મારી માનો બાજોઠીયો લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગેસે

ગામ ગામનાં દોશીડા આવે સે એ આવે સે,

હુ લાવે સે મારી માની ચુંદડીયો લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

View : 691

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ક્યારેય આપ્યો નાં હોય તેવું ક્યારેય બન્યું નથી. -મહાત્મા ગાંઘી.
    11/10/2011