અક્કલ…..

  • લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

    દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
    રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

કફ / Cough (Kaf) થી છુટકારો

  • કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
  • અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
  • દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે.
  • તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
  • એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.
  • દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
  • આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમવા પહેલા લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
  • દુધમાં હળદર, મીઠું અને ગોળ નાંખી ગરમ કરી પીવાથી કફ મટે છે.
  • રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. 
View : 4884

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે