અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

કરમ / Worm (Karam)ની સારવાર

  • થોડા ગરમ પાણીમાં સોપારીનો ભુકો દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કરમ મટે છે.
  • તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટી જાય છે.
  • ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
  • રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
  • સુંઠ અને વાવડીંગનું ચુર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
  • કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.
  • સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમ મટે છે. (હૃદય રોગ તથા હાઈ બી.પી.નાં દર્દીએ પ્રયોગ ન કરવો).
  • ટમેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.
  • કારેલીના પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.
  • ૦| (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમ મટે છે.
  • અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.
  • એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમ મટે છે. 
View : 4274

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે